આ કારણોથી શાહિદ કપૂર કરીનાને ક્યારેય નહીં ભુલી શકે

By | February 25, 2021

These reasons Shahid Kapoor can never forget Kareena

શાહિદ કપુર પોતાના ખુશખુશાલ લગ્ન જીવનમાં સેટ થઈ ચુક્યો છે. મીરા રાજપુત સાથે લગ્ન કર્યા પછી તે બે બાળકોનો પિતા પણ થઈ બન્યો છે. લગ્ન પહેલા શાહીદના કેટલીક જાણીતી હીરોઈન સાથે સંબંધ રહ્યા છે અને તે જગ જાહેર છે. છતાંય આજે તેના 40માં બર્થડે (shahid kapoor 40 birthday) પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો સામે આવી રહી છે.

શાહીદ સાથેના અફેર્સના નામની યાદીમાં પ્રિયંકા ચોપડાથી લઈને સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે. કરીના કપુર સાથે તેની રિલેશનશિપ ખુબ લાંબી ચાલી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ અને પોતપોતાના રસ્તે અલગ પડી ગયા હતા. કરીના કપુરે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા અને આજે તેને એક પુત્ર છે તૈમુર અને હાલમાં જ બીજા બાળકની માં પણ બની છે.

જો કે શાહિદ માને છે કે આજે તે જે પણ છે તેની પાછળ તેના અનુભવો જવાબદાર છે. હમણાથી ખુબજ ચર્ચામાં રહેલ શો ‘કોફી વીથ કરણ’ માં શાહિદે પોતાના જૂના સબંધોને યાદ કાર્ય હતા. આ એપિસોડ દરમિયાન શાહિદે કન્ફર્મ કર્યુ છે કે તે સોનાક્ષી અને પ્રિયંકાને તે ડેટ કરી ચુક્યો છે.

શાહિદ અને કરિનાની રિલેશનશિપ

કરણે ખુદે તેના આ ખાસ શોમાં કહ્યુ કે અત્યાર સુધી એવુ થયુ છે કે જ્યારે જ્યારે શાહિદ આવ્યો છે ત્યારે ત્યારે તેની સાથે તેની સાથે ચર્ચા થઈ હોય તો તેના અફેરની ચર્ચા. કોફી વીથ ધ કરનના પહેલા એપિસોડમાં શાહિદ ઈશા દેઓલ સાથે આવ્યો હતો, બીજી સીઝનમાં કરીના કપૂર સાથે, ત્રીજી સીઝનમાં પ્રિયંકા સાથે અને ચોથી સીઝનમાં સોનાક્ષી સિન્હા સાથે આવ્યો હતો.

જ્યારે પાંચમી સીઝનમાં શાહિદ પોતાની પત્ની મીરા રાજપુત સાથે આવ્યો હતો. શાહિદને જ્યારે કરને પુછ્યુ કે શું તે ઈશા દેઓલ સાથે રિલેશનમાં હતો તો શાહિદે સ્પષ્ટ ના કહી દીધી હતી. જ્યારે બીજી બાજુ તેણે કરીના, પ્રિયંકા અને સોનાક્ષી સાથેની તેની રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો.

જો કે સૌથી રસપ્રદ વાત એ હતી કે કોફી વીથ કરણ 6 ના રેપિડ ફાયર રાઉન્ડમાં કરણે શાહિદને કહ્યુ કે તે પોતાની કઈ રિલેશનશિપની યાદોને હંમેશા માટે ભુલાવવા માંગે છે તો આ વાત પર શાહિદનો ઉત્તર હતો જૂઓ, કરીના સાથે મારો સંબંધ ખુબજ લાંબો ચાલ્યો. આજે મને લાગે છે કે હુ જે પણ છુ આ સંબંધોની યાદોના કારણે. આ કારણે હું મારી કોઈ યાદોને ભુલાવવા નથી માંગતો. આ લોકો પાસેથી હુ ઘણું બધું શિખ્યો છુ.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ