
Share Market Today – Sensex crosses 51,000
શેરબજારે ઐતિહાસિક સપાટી વટાવી છે. આજે સેન્સેક્સ 51,031.39ની નવી ઉંચાઈએ ખુલ્યો છે. બીજી બાજુ નિફટી પણ 15 હજારની સપાટી ક્રોસ કરી છે. શરૂઆતી કારોબારમાં SBI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, ICICI , એશિયન પેઈન્ટ્સ સહિત મોટા ભાગના સ્ટોક્સ ગ્રીન સિગ્નલ પર હતા.
બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 માર્ચથી નહીં કરી શકો આ કામ, જાણો કારણ
નોંધનીય છે કે રિઝર્વ બેન્કની બેઠક પહેલાં શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી છે. બજારની તેજીમાં બેન્કિંગના શેર સૌથી આગળ છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 2.11%ના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. તેમાં SBIના શેર સૌથી વધુ 10% તેજી સાથે વેપાર કરી રહ્યા છે.
SBIના શેરમાં 10 ટકાની તેજી
નિફ્ટી બેંક ઈન્ડેક્સ 2.5 ટકા તો PSU બેંક ઈન્ડેક્સ લગભગ 8 ટકા મજબૂત થયા છે. SBIમાં ત્રિમાસિક પરિણામો બાદ લગભગ 10 ટકાની તેજી જોવા મળી છે. ગુરુવારની દિવસની વાત કરીએ તો ત્રણે અમેરિકી બજારો વધારા સાથે બંધ થયા હતા. તો 5 ફેબ્રુઆરીએ એશિયાઈ બજારોમાં તેજી જોવા મળી છે.
બજેટ બાદ શેરબજારમાં સતત તેજી
સતત ચાર દિવસથી શેર બજાર તેજી સાથે બંધ થયું છે. બજેટ પહેલાં શેરબજારમાં સતત 6 દિવસનો ઘટાડો આવ્યો હતો. બજેટ પછીથી તેમાં સતત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ગુરુવારે 358.54 અંક એટલે કે 0.71 ટકાની તેજી સાથે 50614ના અંકના નવા શિખરે પહોંચી ગયો હતો. નિફ્ટી પણ 106 અંક એટલે કે 0.7 ટકાની તેજી સાથે 14896 અંકના નવા રેકોર્ડ પર પહોંચી ગયો હતો. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનું માર્કેટ કેપ પહેલીવાર રૂપિયા 200 લાખ કરોડની સપાટી વટાવીને રૂપિયા 2,00,47,191.31 ઉપર પહોંચ્યું હતું.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ