Budget 2021 Business

બજેટથી શેરબજાર ખુશ, સેન્સેક્સમાં છેલ્લા 24 વર્ષમાં આવ્યો સૌથી મોટો ઉછાળો

Share Market Today - Sensex 48,600.6 and Nifti 14,281.20 Point close

Share Market Today 1 February – આજે કેન્દ્રીય નાણામંત્રી એ Budget 2021 સંસદમાં રજૂ કર્યું હતું. મોદી સરકારનું આ નવમું બજેટ છે. આમ બજેટમાં નવા ટેક્સ સ્લેબને લઈને કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આજના બજેટની અસર શેર બજાર પર જોવા મળી હતી. આજે માર્કેટ પર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સવારે માર્કેટ વધારા સાથે ખુલ્યું હતું અને બંધ પણ મોટા ઉછાળા સાથે થયું હતું. આમ સેન્સેક્સમાં 2314.84 એટલે કે 5% ના વધારા સાથે 48,600.61 પોઇન્ટ પર બંધ થયો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફટી 646.60 પોઇન્ટના વધારા સાથે 14,281.20 એ બંધ થયો હતો. આમ જોવા જઈએ તો શરબજારનો આ છેલ્લા 24 વર્ષનો મોટો ઉછાળો હતો.

બજેટ 2021 – જાણો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘુ થયું

આમ આજે સવારે બજેટ ના દિવસે શેર બજારે જોરદાર શરૂઆત કરી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ 46,692.36 પર ખુલ્યો. અને નિફટી પણ 129.55 પોઇન્ટના ઉછાળા સાથે 13,764.15 પોઈન્ટ પર ખુલ્યો હતો.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 9.06 ટકા વધી 922.95 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 5.12 ટકા વધી 564.50 પર કારોબાર કરી રહ્યો છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ