Gujarat News

ધોરણ 6 થી 8 ના વર્ગો આ તારીખ થી શરૂ થશે, વાલીની સંમતિ જરૂરી

School Reopen - Std 6 to 8 Class from 18 February

કોરોના મહામારીમાં અટકેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે પાટા પર આવી રહી છે. હવે ધીરે ધીરે શાળાના વર્ગો શરૂ થઈ રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓની હાજર પણ જોવા મળી રહી છે. ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે રાજ્યમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ (school reopen) થવાની જાહેરાત કરાઈ છે. શિક્ષણ વિભાગે જાહેરાત કરી કે, 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે. આ જાહેરાત વચ્ચે શાળામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જોકે, ઑનલાઈન શિક્ષણની વ્યવસ્થા યથાવત રહેશે તેવુ પણ શિક્ષણ વિભાગે કહ્યું.

રેલવેનો વધુ એક IPO કરશે માલામાલ, આ તારીખે આવી રહ્યો છે બજારમાં

18 ફેબ્રુઆરીથી સ્કૂલો થશે

શિક્ષણ સચિવે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ વિદ્યાર્થી માટે સ્કૂલમાં આવવું ફરજિયાત નથી. જોકે, જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવવા માગતા હોય તેમને પોતાના વાલી તરફથી સંમતિ પત્ર સ્કૂલમાં જમા કરાવવાનું રહેશે. પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવે પ્રાથમિક શિક્ષણના વર્ગો પણ શરૂ થવા જઈ રહ્યાં છે. રાજ્યની શાળાઓમાં 18 ફેબ્રુઆરી ગુરુવારથી ધોરણ 6 થી 8 ના વર્ગો ફરી શરૂ થશે.

VIRAL VIDEO: આ વેઈટરે એવો ડાન્સ કર્યો કે લોકો સીટીઓ વગાડવાં લાગ્યા

શાળાના સંચાલકોએ રાજ્યના શિક્ષણ વિભાગના ૮ જાન્યુઆરી ૨૦૨૧ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા ક્રમશ : વર્ગખંડોનું શિક્ષણ કાર્ય પૂન: શરૂ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 11 જાન્યુઆરીથી ધોરણ 10-12 અને સ્નાતક અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. તો ધોરણ 9 અને 11 ના વર્ગો 1 ફેબ્રુઆરીથી શરૂ કરાયા છે. તારીખ 8 મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ થયા હતા. ત્યારે હવે 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે.

ધોરણ 9થી 12ના વર્ગો શરુ થયા ત્યારે શરુઆતમાં 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ જ સ્કૂલે આવતાં હતાં, પરંતુ હવે આ સંખ્યા વધીને 70-72 ટકા જેટલી થઈ ગઈ છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ