Utility

ટેલિગ્રામમાં પણ લાસ્ટ સીન હાઈડ રાખવું છે? તો ફોલો કરો આ સરળ સ્ટેપ

Telegram Latest Update, Telegram Last Seen Feature, latest telgram update, telegram new feature, tech news in gujarati

Telegram last seen feature

Telegram New Features – વોટ્સએપએ પોતાની પ્રાઈવેસી પોલિસી અપડેટ કર્યા પછી તેના યુઝર્સ હવે ટેલિગ્રામ તરફ વળવા લાગ્યા છે. છેલ્લા મહિનામાં ટેલિગ્રામને ઘણા નવા યુઝર્સ મળ્યા છે, આમ તે વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની છે.

આમ ટેલિગ્રામ પણ હવે વોટ્સએપ જેવા ફીચર્સ યુઝર્સ માટે લાવી રહ્યું છે. હાલમાં ટેલિગ્રામ લાસ્ટ સીન હાઈડ (Telegram Last seen hide) કરવાનું નવું ફીચર લાવ્યું છે. જો તમે વોટ્સએપને છોડીને ટેલિગ્રામ પર શિફ્ટ થઈ રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે પ્રાઈવસી માટે પોતાનું લાસ્ટ સીન હાઈડ કરી શકો છો. આ સરળ સ્ટેપથી લાસ્ટ સીન હાઈડ કરી શકો છો.

આ મેસેજિંગ એપે વોટ્સએપને છોડ્યું પાછળ, સૌથી વધુ ડાઉનલોડ થઈ

આ રીતે કરો તમારું લાસ્ટ સીન હાઈડ – How to Hide Telgram Last seen Hide?

તમારા સ્માર્ટ ફોનમાં ટેલીગ્રામ એપ ઓપન કરો.

હવે સ્ક્રીનના ટોપ લેફ્ટ કોર્નર પર રહેલા હેમબર્ગર મેન્યૂ પર ટેપ કરો.

ત્યાર બાદ મેન્યૂમાં સેટિંગ્સ (Settings) ઓપ્સન પર ટેપ કરો.

પછી સેટિંગ મેન્યૂની અંદર પ્રાઈવસી અને સિક્યોરિટી (Privacy and Security) ઓપ્શન પર ટેપ કરો.

ત્યાર બાદ ‘લાસ્ટ સીન’ ઓપ્શન પર ટેપ કરો.

તેમાં તમે જોઈ શકો છો કે તમારું લાસ્ટ સીન કોણ જોઈ શકે છે. તમે Everybody ડિફોલ્ટ સેટિંગને My Contacts અથવા Nobody સિલિકેટ કરી શકો છો.

હવે તમને સ્ક્રિનની જમણી બાજુ ચેક માર્ક પર ટેપ કરવાનુ રહેશે. ત્યાર બાદ એક મેસેજ લખેલો આવશે, તેમા લખ્યું હશે કે જે લોકોની સાથે તમે તમારો લાસ્ટ સીન શેર નથી કરી રહ્યા, તેમનો લાસ્ટ સીન તમે પણ નહીં જોઈ શકો. જો કે તમને અંદાજીત લાસ્ટ સીન જરૂરથી જોવા મળશે. જેમકે, તાજેતરમાં જ, આ સપ્તાહે કે આ મહિને.

હવે OK પર ટેપ કરો અને ત્યાર બાદ તમારો લાસ્ટ સીન હાઈડ થઈ જશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ