Rashifal

16 ફેબ્રુઆરી રાશિફળ – આજે વસંતપંચમી છે, સાથે જ ગ્રહ-નક્ષત્ર શુભ સ્થિતિમાં છે

16 February 2021 Horoscope - Today Rashifal in Gujarati

16 February 2021 Rashifal, Today Horoscope – આજે મંગળવારના રોજ વસંતપંચમી છે. આ સાથે જ ગ્રહ-નક્ષત્ર પણ શુભ સ્થિતિમાં છે. 12માંથી 10 રાશિ માટે આજનો દિવસ સારો રહેશે. જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

રાત્રિ કર્ફયુને લઈને મોટો નિર્ણય, જાણો સરકારે શું કરી જાહેરાત?

સાપ્તાહિક રાશિફળ 15થી21 ફેબ્રુઆરી: જાણો તમારા કરિયર અને આર્થિક મામલે ગ્રહોની કેવી અસર રહેશે

16 February 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. કોઇપણ પરેશાનીમાં જીવનસાથીની સલાહ લો. વીમા, શેર બજાર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલાં લોકો નફો કમાશે. ઘરના વડીલોની સલાહ તથા માર્ગદર્શન ઉપર અમલ કરો, નિશ્ચિત જ તમને યોગ્ય સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

રૂપિયા-પૈસાની લેવડ-દેવડને લગતા કાર્યોમાં સાવધાની જાળવવી. સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે, તેનો યોગ્ય સદુપયોગ કરો. પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ તથા વર્ચસ્વ જળવાયેલું રહેશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારા પ્રત્યે નકારાત્મક અફવાહ ફેલાવી શકે છે. કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત પણ લાભદાયક સાબિત થશે. કામનો ભાર હોવા છતાં તમે ઘર-પરિવાર માટે સમય કાઢી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય ફળ પ્રાપ્ત થશે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

અકારણ જ કોઇ સાથે વિવાદ થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં વધારે દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. ધાર્મિક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. જમીન-જાયદાદને લગતું કોઇપણ જાતનું ઉધાર લેવાથી આજે બચવું.

સિંહ રાશિફળ – Leo Horoscope

કોઇ નજીકના વ્યક્તિને લગતા કોઇ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. તમારા વર્તમાન વ્યવસાય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ સંબંધ વધારે ગાઢ બની શકે છે. ઘરમાં પરિવર્તનને લગતી થોડી યોજના બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

આજે કોઇ નવો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઇ શકે છે. કોઇપણ નિર્ણય લેતાં પહેલાં તેના સારા-ખરાબ પાસા ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહેશે. અજાણ્યા લોકોની વાતો ઉપર વિશ્વાસ કરશો નહીં.

તુલા રાશિફળ – Libra Horoscope

આજે કાર્યક્ષેત્રમાં વધારે કામ રહેશે. માર્કેટિંગને લગતા કાર્યોમાં સમય વધારે પસાર થશે. કોઇ જગ્યાએ ફસાયેલાં રૂપિયા મળવાની પૂરી સંભાવના છે. કોઇ જૂની બીમારી ફરીથી પરેશાન કરી શકે છે. આજે સામાજિક ગતિવિધિઓમાં કોઇ ગંભીર વિષય ઉપર ચર્ચા થશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

પર્સનલ લાઇફને લગતું કોઇપણ રિસ્ક લેવાનું ટાળવું. આજે વ્યવસાયિક ક્ષેત્રમાં લાભની અપેક્ષાએ મહેનત વધારે રહેશે. તમારા મન પ્રમાણે સમય પસાર કરવાથી શારીરિક અને માનસિક રૂપથી પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. લગ્નજીવન સુખમય રહેશે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

પારિવારિક વ્યવસાયમાં તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવશો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમારા દ્વારા કહેવામાં આવેલી કોઇ નકારાત્મક વાત તમારા માટે પછતાવો પેદા કરી શકે છે. આજે ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ જ ચાલતી રહેશે. જોખમી કાર્યોથી દૂર રહો. ઘરમાં કોઇ માંગલિક કાર્યો થવાને લગતી યોજના પણ બનશે. કોઇપણ બહારના વ્યક્તિની દખલ તમારા લગ્નજીવન ઉપર થવા દેશો નહીં. કોઇ નકારાત્મક વાત અચાનક ઊભી થવાથી તણાવની સ્થિતિ બની શકે છે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

કોઇપણ વિશેષ કામ કરતાં પહેલાં પારિવારિક સભ્યોની સલાહ પણ લેવી જરૂરી છે. ઘરનું વાતાવરણ સામાન્ય રહેશે. રોકાણને લગતી યોજનાઓ ઉપર કામ કરવા માટે સમય અનુકૂળ છે. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં સહયોગી સાથે પારદર્શિતા રાખવી જરૂરી છે.

મીન રાશિફળ – Pisces Horoscope

કાર્યક્ષેત્રમાં કોઇપણ નવા કામને શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. આજે તમે તમારા વ્યક્તિગત તથા રસના કાર્યોમાં વધારે સમય પસાર કરશો. વર્તમાનની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. પતિ-પત્નીની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ