Rashifal

17 ફેબ્રુઆરી રાશિફળ – શુક્લ તથા મહાલક્ષ્મી એમ બે યોગથી ધન રાશિ માટે દિવસ સારો છે

17 February 2021 Horoscope - Today Rashifal in Gujarati

17 February 2021 Rashifal, Today Horoscope – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

લાલ સાડીમાં સજેલી દુલ્હન બની દીયા મિર્ઝા, જુઓ લગ્નની તસ્વીરો

સાપ્તાહિક રાશિફળ 15થી21 ફેબ્રુઆરી: જાણો તમારા કરિયર અને આર્થિક મામલે ગ્રહોની કેવી અસર રહેશે

17 February 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક અને સુખમય પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. ઘરમાં બાળકોની સંગત અને ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. કાર્યક્ષેત્રમાં વધારે કામ રહેશે. કાર્યપ્રણાલી પહેલાંથી થોડી સારી બની જશે.જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને માનો. દિવસની શરૂઆતમાં તમારા મોટાભાગના કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. વધારે મહેનત અને કામની વચ્ચે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

રૂપિયા-પૈસાની લેવડ-દેવડને લગતા કાર્યોમાં સાવધાની જાળવવી. સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે, તેનો યોગ્ય સદુપયોગ કરો. પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ તથા વર્ચસ્વ જળવાયેલું રહેશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

પોતાના કામ ઉપર જ ધ્યાન આપો. તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ જ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. નજીકના મિત્રનો સહયોગ તમારા મનોબળને વધારશે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

સિઝનલ બીમારીઓથી સાવધાન રહો. સમાજમાં તમારું માન-સન્માન તથા પ્રતિષ્ઠામાં નફો થશે. પતિ-પત્નીનો એકબીજાનો તાલમેલ ખૂબ જ સારો રહેશે. આજે તમે તમારો સંપૂર્ણ ભાર માર્કેટિંગ તથા કામના પ્રમોશનમાં લગાવશો. અન્યની સમસ્યાનો ઉકેલ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

કોઇપણ ફોન કોલ વગેરેને ઇગ્નોર ન કરો, તેના દ્વારા તમને મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની શક્યતા છે. જીવનસાથીનો સહયોગ અને સલાહ તમારા માટે લાભદાયી સાબિત થશે. નોકરિયાત વ્યક્તિ પોતાના કામ પ્રત્યે સાવધાન રહે. આજે માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યો ઉપર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો.

કન્યા રાશિફળ – Virgo Horoscope

વર્તમાન વાતાવરણની અસરથી સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. તમારા નજીકના સંબંધી તથા મિત્રો ઉપર વિશ્વાસ રાખો. આજે તમે ઊર્જા તથા આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા અનેક કાર્યોને પૂર્ણ કરવામાં મદદગાર રહેશે.

તુલા રાશિફળ – Libra Horoscope

પતિ-પત્નીના સંબંધ મધુર જળવાયેલાં રહેશે. દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓ અને વિઘ્નો આવી શકે છે. વ્યવસાયિક સ્થળમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇપણ પ્રકારની યાત્રાને ટાળશો તો યોગ્ય રહેશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

વ્યવસાયિક ગતિવિધિઓ વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધીમી રહેશે. આજે ગ્રહ ગોચર તમને સારી સફળતા આપશે, જે તમારા માટે લાભદાયક સાબિત થશે. ગળા અને છાતીમાં કફના કારણે ઇન્ફેક્શન થઇ શકે છે. આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે ઉત્તમ છે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

ઘરના વડીલો પ્રત્યે તમારો સેવા ભાવ તેમને આત્મિક સુખ પ્રદાન કરશે. કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે તમને યોગ્ય સફળતા મળી શકે છે. આજે તમે તમારી દિનચર્યાને ગુપ્ત રાખશો. પ્રોપર્ટીને લગતા કોઇપણ કાર્યને આજે ટાળો. જીવનસાથી તથા પરિવાર સાથે સમય પસાર થઇ શકે છે.

મકર રાશિફળ – Capricornus Horoscope

તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર કાબૂ રાખો. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓને લગતી થોડી મુશ્કેલીઓ આવશે. તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે સફળતા તમારી નજીક રહેશે. ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

પારિવારિક જીવન સામાન્ય રહેશે. આ સમયે નકારાત્મક વિચારોને તમારી ઉપર હાવી થવા દેશો નહીં. આજનો દિવસ ખૂબ જ શાંતિપૂર્ણ તથા વ્યવસ્થિત રીતે પસાર થશે. વ્યવસાયના ક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવવાથી તણાવ રહેશે. કોઇ અટવાયેલાં રૂપિયા મળવાની શક્યતા છે.

મીન રાશિફળ – Pisces Horoscope

કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો. કોઇ પ્રકારની યાત્રાને ટાળો. ફસાયેલાં રૂપિયા વસૂલ કરવા માટે સમય અનુકૂળ છે. વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાક અનુભવશો. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી આત્મિક સુખની પ્રાપ્તિ થશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ