Rashifal

18 ફેબ્રુઆરી રાશિફળ – ગુરુવારનો દિવસ અનેક લોકો માટે શુભ રહેશે

today-18-february-2021-rashifal-horoscope

18 February 2021 Rashifal, Today Horoscope – આજે આખો દિવસ બ્રહ્મ અને પદ્મ નામના બે શુભ યોગ સર્જાશે. જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

સરકારી નોકરી – GAIL એક્ઝિક્યુટિવ ટ્રેનીના પદ માટે ભરતી જાહેર, જુઓ તમામ વિગતો

સાપ્તાહિક રાશિફળ 15થી21 ફેબ્રુઆરી: જાણો તમારા કરિયર અને આર્થિક મામલે ગ્રહોની કેવી અસર રહેશે

18 February 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

કોઈ કારણસર આજે તમારે પોતાને કાબૂમાં રાખવી પડી શકે છે. આળસ આજે ઘણા લોકો પર પ્રભુત્વ મેળવશે. તમારી સમસ્યાનું કારણ તણાવ છે, વધારે તાણ ના કરો. ઘરના લોકો સાંજે વધુ સમય પસાર કરવામાં આનંદ મળશે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

કોઇને પણ ઉધાર આપતાં પહેલાં તે રૂપિયા ક્યારે પાછા આપશે તે નક્કી કરી લો. પાર્ટનરશિપને લગતા વેપારમાં થોડા સમયથી ચાલી રહેલો તણાવ આજે દૂર થશે. આ સમયે આર્થિક લાભની પણ મહત્ત્વપૂર્ણ સંભાવનાઓ બની રહી છે. તમારા કાર્યોમાં જીવનસાથીનો પણ પૂર્ણ સહયોગ તમારી ચિંતાઓને ઓછો કરશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

જો વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ અને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, તો તેમને લાભ મળશે. ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયમાં નવી તકનીક અપનાવીને લાભ મેળવી શકે છે. બપોર સુધીમાં ટેલિફોન કોલ દ્વારા કોઈ વિશેષ કિસ્સામાં માહિતી આપી શકશે. આજે ઉત્સાહથી ભરેલો દિવસ છે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

તમારા મહત્ત્વપૂર્ણ કાગળને સાચવીને રાખો. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરો. વ્યવસાયમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી પણ રાહત મળશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

વાણીમાં મધુરતા રાખો. જો કોઈ નવો વિચાર છે, તો તરત જ આગળ વધવું ફાયદાકારક રહેશે. મિત્રો સાથે રહેવાથી ફાયદો થઈ શકે છે. કોઈ કારણોસર પરિવારના સભ્યો સાથે ચર્ચા થશે. આજ રોજ કોઈની સાથે ખોટી દલીલમાં ઉતરવુ નહીં. આજે ખૂબ સારો દિવસ રહેશે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

તમે જે કાર્ય પ્રામાણિક રીતે કરો છો તે ફળદાયી રહેશે. . લાંબા સમયથી ચાલી રહેલા તણાવ ઓછા થશે. જો તમે અન્યની મદદ કરો છો, તો તેનાથી તમને આનંદની અનુભુતી થશે. મન દ્વારા કરવામાં આવેલ કાર્યથી ફાયદો થશે અને તમે ખુશ રહેશો. આજનો દિવસ તમારા માટે ખૂબ વ્યસ્ત રહેશે.

તુલા રાશિફળ – Libra Horoscope

સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કોઇપણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઇ શકે છે. પારિવારિક જીવન સુખદ રહેશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થવાથી ચિંતા દૂર થશે. વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે કોઇપણ પ્રકારનું રોકાણ ન કરો.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાની કે ચિંતાનું સમાધાન મળશે. વ્યવસાયમાં ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ થવાની આશા છે. રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડને લઇને કોઇ સાથે વાદ-વિવાદ તથા ઝઘડો થવાની સંભાવના છે. ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવામાં તમારો સહયોગ વિશેષ રહેશે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

તમે તમારા કામ સમજી-વિચારીને તથા શાંતિથી પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઈ અભિયાનમાં તમે જીતી શકો છો. નાણા સંબંધિત કામમાં અનુભવી લોકોની સલાહ લેવી ફાયદાકારક રહેશે. આર્થિક રૂપથી આજનો દિવસ ઉત્તમ છે. કોઇપણ અયોગ્ય કાર્યમાં રસ ન લો.

મકર રાશિફળ – Capricornus Horoscope

આજે તમને વેપારમાં નવા ઓર્ડર અને કરાર મળી શકે છે. ધૈર્ય જાળવીને રાખવું તથા ફરી કોશિશ કરતાં રહો. કોઇ અટવાયેલું કામ પણ બની શકે છે, એટલે તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. તમારા ઉપર કામનો વધારે ભાર રહેવાના કારણે જીવનસાથીનો પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

વાતચીતથી નવા ફાયદાઓનો વિચાર આવી શકે છે. આજે ટીમવર્કનો દિવસ છે. ઓફિસમાં તમારા સાથીદારો સાથે નિકટતાથી કાર્ય કરવાથી સારા પરિણામ મળશે. મિત્ર માટે કોઈ ભેટ ખરીદતી વખતે તમારા ખિસ્સાની સંભાળ રાખો.

મીન રાશિફળ – Pisces Horoscope

ખર્ચ વધારે રહેશે. આજે વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઉપર તમે વધારે ધ્યાન આપી શકશો નહીં. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ભેટની લેવડ-દેવડ થવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ