Rashifal

19 ફેબ્રુઆરી રાશિફળ – જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

19 February 2021 Horoscope - Today Rashifal in Gujarati
19 February 2021 Rashifal, Today Horoscope
– જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

IPL 2021ના ઈતિહાસમાં આ ખેલાડી બન્યો સૌથી મોંઘો, તોડ્યો આ ખેલાડીનો રેકોર્ડ

સાપ્તાહિક રાશિફળ 15થી21 ફેબ્રુઆરી: જાણો તમારા કરિયર અને આર્થિક મામલે ગ્રહોની કેવી અસર રહેશે

19 February 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. કોઇપણ મોટું રોકાણ કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી. માનસિક અને શારીરિક થાક રહેશે. આજનો દિવસ મન પ્રમાણે રસનાં કાર્યોમાં પસાર થશે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે. આજે પ્રોપર્ટી કે વાહનને લગતાં કોઇ કાર્યને ટાળો. વ્યવસાયિક સ્થળે લગભગ મોટાભાગના કામ વિઘ્ન વિના પૂર્ણ થઇ જશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્મિક સુખ મળશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

તમે તમારી યોગ્યતા અને આવડત દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં થોડા ફેરફાર લાવવાની કોશિશ કરશો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહી છે. વ્યસ્તતાના કારણે જીવનસાથીનો પરિવાર પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે. આજે ખર્ચ વધારે રહેશે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

કોઇ પ્રભાવશાળી તથા અનુભવી વ્યક્તિના સહયોગથી તમારા કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી બનશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો સમય પસાર થશે. જીવનસાથીની સલાહ લેવી તમારા કાર્યોમાં લાભદાયક રહેશે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

સિંહ રાશિફળ – Leo Horoscope

રાજકીય સંપર્ક પણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પરિવારના કોઇ સભ્યના લગ્નજીવનમાં તણાવ ઊભો થવાની ચિંતા રહેશે. વ્યવસાયમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

કામકાજના કારણે લગ્નજીવનમાં વધારે સમય આપી શકશો નહીં. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. તમારા કોઇ સારા કામના કારણે તમારી યોગ્યતા અને આવડતની ઘર અને સમાજમાં પ્રશંસા થશે. મેન્યુફેક્ચરિંગને લગતા કાર્યોમાં સાવધાની જાળવવી જરૂરી છે.

તુલા રાશિફળ – Libra Horoscope

કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. કામ વધારે હોવાની અસર તમને શારીરિક અને માનસિક રૂપથી થકવી શકે છે. ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે. અન્ય લોકોની મદદ લેવાને બદલે તમારી કાર્યક્ષમતા ઉપર વધારે વિશ્વાસ રાખો.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

જોખમી કાર્યોમાં રસ ન લેશો. યુવા વર્ગને પણ કોઇ પ્રકારની સફળતા પ્રાપ્ત થવાથી મનમાં સુકૂન રહેશે. પતિ-પત્નીની વચ્ચે સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવું. આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

કોઇ સંબંધમાં નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે. ખોટા ખર્ચાથી દૂર રહેવું તથા બજેટ બનાવીને ચાલવું. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. વ્યવસાયમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓમાં સુધારની સંભાવના નથી.

મકર રાશિફળ – Capricornus Horoscope

દેખાડાના કારણે ખોટા ખર્ચ પણ નુકસાન આપી શકે છે. પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને તણાવ રહેશે. આજે કોઇ ધાર્મિક સંસ્થા પ્રત્યે તમારો સેવાભાવ તથા સહયોગ કરવો તમને આત્મિક સુખ આપશે. આ સમયે માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવું.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

વ્યવસાયિક ક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે. લગ્ન સંબંધ મધુર જળવાયેલાં રહેશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે.

મીન રાશિફળ – Pisces Horoscope

કોઇ શુભ સમાચાર મળવાથી મનમાં નકારાત્મક વિચાર ઉત્પન્ન થશે. લગ્નજીવન સુખમય રહેશે. આજનો દિવસ બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે પસાર થશે. સમાજ સેવાને લગતા કાર્યોમાં પણ યોગ્ય સમય પસાર થશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ