Rashifal

20 ફેબ્રુઆરી રાશિફળ – જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

20 February 2021 Horoscope - Today Rashifal in Gujarati

20 February 2021 Rashifal, Today Horoscope – શનિવારના રોજ મિથુન તથા સિંહ રાશિના જાતકોને શુભ સમાચાર મળી શકે છે. જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

IPL 2021 હરાજી – ક્યાં ખેલાડીનો કઈ ટીમમાં થયો સમાવેશ, જાણો સંપૂર્ણ લિસ્ટ

20 February 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

અન્યની વાતોમાં આવશો નહીં. થોડી વિશ્વાસપાત્ર પાર્ટીઓ પાસેથી આજે તમને નવા પ્રસ્તાવ મળી શકે છે. તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. આજે અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા સરળતાથી પાછા આવી શકે છે એટલે કોશિશ કરતાં રહો.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

કાર્યક્ષેત્રમાં તમારા કામને લગતી યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો. જીવનમાં થોડા ફેરફાર આવશે જે તમારા માટે ભાગ્યોદય કારક બની શકે છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

તમારી પ્રતિભા અને ક્ષમતા કોઇ નવી સફળતા પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરશે. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે. વ્યવસાયમાં લોન, ટેક્સ વગેરેને લગતી ફાઇલોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખો. ધ્યાન રાખો કે કોઇ વિતેલી નકારાત્મક વાત તમારા વર્તમાન ઉપર ખરાબ અસર કરી શકે છે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇ સામે કરશો નહીં. આજે અધ્યાત્મ તથા ધાર્મિક ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે. લગ્નજીવનમાં નાની-મોટી વાતોને ઇગ્નોર કરો. અનિયમિત દિનચર્યાના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

સાપ્તાહિક રાશિફળ 15થી21 ફેબ્રુઆરી: જાણો તમારા કરિયર અને આર્થિક મામલે ગ્રહોની કેવી અસર રહેશે

સિંહ રાશિફળ – Leo Horoscope

તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. ઘરના એકબીજા સભ્યોનો તાલમેલ સારો જળવાયેલો રહેશે. આર્થિક દૃષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે સફળતાભર્યો રહી શકે છે. મીડિયાને લગતા સંપર્કોનો વધારેમાં વધારે ઉપયોગ કરો.

કન્યા રાશિફળ – Virgo Horoscope

તમારા મન ઉપર સંયમ રાખો. આજે ધનને લગતી કોઇ મુશ્કેલી દૂર થવાથી પ્રોડક્શનમાં ફરી ગતિ આવશે. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. ચોક્કસ તમને કોઇ મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

તુલા રાશિફળ – Libra Horoscope

કોઇ સાથે પણ વધારે વાતચીત કરતી સમયે તમારા વ્યવહારમાં કોમળતા જાળવી રાખો. વધારે કામ હોવા છતાં તમે પરિવાર માટે સમય કાઢી શકશો. કોઇ ધાર્મિક યાત્રાને લગતી પારિવારિક યોજના બનશે. બાળકોની કોઇ સફળતાથી સુકૂન અને રાહત મળશે. કારોબારી વિસ્તારને લગતો કોઇ પ્રસ્તાવ મળશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો. આ સમયે તમે જેટલો પરિશ્રમ કરસો, તેના પ્રમાણે તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ પારિવારિક સભ્યને લઇને જ તમારી અંદર શંકા કે વહેમ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. જોખમી કાર્યોથી દૂર રહો. આજે માર્કેટિંગને લગતા બધા કાર્યોને ટાળો.

ધન રાશિફળ – Sagittarius Horoscope

કોઇપણ અનૈતિક કાર્યમાં રસ ન લો. પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજના કારણે વિવાદ થઇ શકે છે. આજે અચાનક જ કોઇ જૂની પાર્ટી સાથે સંપર્ક સ્થાપિત થશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહ્યું છે. ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

કોર્ટ કેસને લગતા મામલે કોઇ શુભચિંતક સાથે ચર્ચા-વિચારણાં કરી લો. ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કારોબારને લગતી ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહને ધ્યાનમાં રાખો. આજે કોઈ એવી સુખદ ઘટના ઘટશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત રહી જશો.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરિવારના કોઇ સભ્યની સારી સફળતા માટે ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. કાર્યસ્થળમાં લીધેલાં ઠોસ નિર્ણય સારા સાબિત થશે અને સફળતા પણ મળશે. કોઇપણ નિર્ણય લેવામાં વધારે સમય લગાવશો નહીં. ઘરમાં નાની-મોટી વાતોને ઇગ્નોર કરો.

મીન રાશિફળ – Pisces Horoscope

કાર્યસ્થળમાં તમારા સહયોગીઓ સાથે કોઇપણ વાત અંગે વિવાદમાં પડવું યોગ્ય રહેશે નહીં. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળમાં પણ તમને કોઇ ઉપાધિ મળવાની સંભાવના છે. આજે ગ્રહ ગોચર તમારા માટે ખૂબ જ અનુકૂળ છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ