Rashifal

21 ફેબ્રુઆરી રાશિફળ – મૃગશિરા નક્ષત્ર હોવાને કારણે સૌમ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે

21 February 2021 Horoscope - Today Rashifal in Gujarati

21 February 2021 Rashifal, Today Horoscope – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

મુંબઈ ઇન્ડીયન્સના આ યુવા ખેલાડીએ વિજય હજારે 2021ની ટ્રોફીમાં મચાવી ધુમ

21 February 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

તમારા સ્વભાવને સહજ જાળવીને રાખો. ઘરની સુખ-સુવિધાને લગતી ખરીદદારી કરવાનો પ્રોગ્રામ બનશે. શરીરમાં દુખાવાની ફરિયાદ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પારિવારિક વ્યસ્તતાના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધારે સમય આપી શકશો નહીં.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

આજે બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોને ટાળવા યોગ્ય રહેશે. પેટમાં દુખાવા અને ગેસની સમસ્યા અનુભવ થઇ શકે છે. તમારા કોઇ કામમાં જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ તમારા માટે સારી સાબિત થશે. ઘણાં સમયથી કોઇ અટવાયેલાં કામ આજે પૂર્ણ થવાની શક્યતા છે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

જનસંપર્ક વધારવામાં વધારે ધ્યાન આપો. લગ્નજીવન સુખમય રહેશે. વ્યવસાયમાં દરેક કામમાં પાક્કા બિલ દ્વારા જ લેવડ-દેવડ કરો. અન્યની વાતો ઉપર ધ્યાન ન આપો. કોઇપણ કાર્યને શરૂ કરતાં પહેલાં તેની યોજના તથા રૂપરેખા બનાવો.

કર્ક રાશિફળ – Cancer Horoscope

ધ્યાન રાખો કે તમે તમારી જીદ્દના કારણે તમારું જ નુકસાન કરી શકો છો. પતિ-પત્ની વચ્ચે પારિવારિક વ્યવસ્થાને લઇને વિવાદ થઇ શકે છે. આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલાં કામમાં સારી સફળતા મળશે. દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો.

સિંહ રાશિફળ – Leo Horoscope

પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહેશે. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા તમારા ઉપર નિર્ભર કરે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને રોજિંદાના તણાવથી રાહત મળશે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. આજે યુવાઓની કરિયરને લગતી કોઇ કોશિશ સફળ થવાની સંપૂર્ણ સંભાવના છે. સ્વાસ્થ્ય સારું રહેશે. લગ્નજીવન મધુર રહેશે. આવક અને વ્યયનો યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

તુલા રાશિફળ – Libra Horoscope

કોઇ નજીકના સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવાથી તમને હાર્દિક સુખ મળશે. મીડિયાને લગતી ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. પતિ-પત્નીના સંબંધો ગાઢ બનશે. સ્વભાવમાં ચીડિયાપણું ન આવે તેનું ધ્યાન રાખો. ઘરના વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

વ્યવસાયિક ગતિવિધિઓ સારી રહેશે. તમારા સ્વભાવમાં ધૈર્ય અને સંયમ જળવાયેલો રહેશે. તમે તમારા વ્યક્તિગત કાર્યોમાં યોગ્ય સમય પસાર કરશો. પારિવારિક વાતાવરણ યોગ્ય જાળવી રાખવા માટે તમારા અહંકાર અને ગુસ્સા ઉપર કાબૂ રાખવું જરૂરી છે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. કોઇ અનુભવી અને વડીલ વ્યક્તિનો સહયોગ તમારા કાર્યક્ષેત્ર માટે ઉન્નતિદાયક રહેશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. નજીકના સંબંધીઓ સાથે તમારા સંબંધોમાં વધારે મધુરતા વધશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

સ્વાસ્થ્ય સારું રહેશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે વિવાદની સ્થિતિમાં તમારે ધૈર્ય તથા શાંતિ જાળવવી પડી શકે છે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે. કોઇ ધાર્મિક યાત્રા પણ થઇ શકે છે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

કોઇપણ કાર્ય કે ધનને લગતી લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવો. પારિવારિક જીવન ઉપર વ્યવસાયિક પરેશાનીઓને હાવી થવા દેશો નહીં. આજે કોઇપણ જગ્યાએ રૂપિયા રોકાણ કરવાને લગતી યોજના ન બનાવો. અચાનક જ કોઇ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી તણાવ દૂર થશે.

મીન રાશિફળ – Pisces Horoscope

કોઇપણ પ્રકારના ખોટા ખર્ચ ન કરો નહીંતર આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. પરિવારજનો સાથે મનોરંજન કે મોજ-મસ્તીમાં સુખમય સમય પસાર થશે. વ્યવસાને લગતા કોઇપણ કામ અને ગતિવિધિને અન્ય સામે જાહેર ન કરો. તમારો પોઝિટિવ વ્યવહાર તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ મળી શકશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ