Rashifal

22 ફેબ્રુઆરી રાશિફળ – આજના દિવસે મેષ તથા કુંભ રાશિને લાભ થવાની પૂરી શક્યતા છે

Today 22 February Rashifal 2021, Daily Horoscope

22 February 2021 Rashifal, Today Horoscope – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

22 February 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

બિનજરૂરી ખર્ચ થવાના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. કોઇ ધાર્મિક આયોજનને લગતા કાર્યોમાં પણ વ્યસ્ત રહી શકો છો. કામકાજ વધારે રહેશે. તમારી પરેશાનીઓનો ઉકેલ શોધવામાં જીવનસાથી તથા પરિવારના લોકોનો ભરપૂર સહયોગ રહેશે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેવાથી તણાવ રહેશે. લગ્નસંબંધોમાં ગેરસમજના કારણે થોડો વિવાદ થઇ શકે છે. અચાનક જ મહેમાનો ઘરે આવવાથી ખર્ચની સ્થિતિ રહેશે. અનુભવી વ્યક્તિ તથા વડીલોનો આશીર્વાદ કે સહયોગ પણ તમને પ્રાપ્ત થશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં સાવધાની રાખવી. પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા રહેશે. કોઇપણ પ્રકારની યાત્રાને આજે ટાળો તો સારું રહેશે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

આર્થિક સ્થિતિમાં થોડી ભાગદોડ વધારે રહેશે. આ સમયે ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. પારિવારિક જીવન સુખમય રહેશે. કોઇ ઉત્તમ વિચારધારાના વ્યક્તિ સાથે આજે મળવું તમને નવી ઊર્જા આપશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

વિદ્યાર્થીઓ અને યુવાઓને પણ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ વધશે. કામને લગતા મામલાઓમાં થોડો ફેરફાર આવશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે. આજે સમય મિશ્રિત ફળદાયક છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરની વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે મતભેદ થઇ શકે છે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

વ્યવસાયના દૃષ્ટિકોણથી સમય અનુકૂળ છે. યુવા વર્ગ પણ પોતાના ભવિષ્યને લઇને વધારે સક્રિય અને ગંભીર રહેશે. લગ્નજીવન તથા પ્રેમ સંબંધ બંને સારા રહેશે. દિનચર્યા અવ્યવસ્થિત હોવાના કારણે ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું હાવી થઇ શકે છે.

તુલા રાશિફળ – Libra Horoscope

મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક પણ મજબૂત થશે. આજે મોટાભાગનો સમય માર્કેટિંગને લગતા કાર્યોમાં પેમેન્ટ કલેક્ટ કરવામાં પસાર થશે. સાંધામાં દુખાવો થઇ શકે છે. મિત્રો સાથે તથા બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર થશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

આજે મહેનત વધારે રહેશે, પરંતુ તેનું પરિણામ પણ યોગ્ય મળશે જેથી ચિંતા કરશો નહીં. દિવસના બીજા ભાગમાં થોડી સમસ્યા આવી શકે છે. પતિ-પત્નીમાં ભાવનાત્મક સંબંધ મધુર રહેશે. કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

સમય અનુકૂળ છે. અટવાયેલાં કાર્યો યોગ્ય રીતે ચાલતાં રહેશે. પારિવારિક તથા આર્થિક મામલે જીવનસાથીનો સહયોગ તમને રાહત આપશે. વ્યવસાયમાં અચાનક જ સ્થિતિ સારી રહેવાથી મન પ્રસન્ન રહેશે. તમારી મનઃસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

મકર રાશિફળ – Capricornus Horoscope

અન્ય સાથે વધારે સમય પસાર કરવાના કારણે તમારા કામ અધૂરા રહી શકે છે. પારિવારિક જીવન યોગ્ય રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા અટવાયેલાં કામ કોઇ અનુભવી તથા વડીલોની સલાહથી સંપન્ન થઇ શકે છે. હેનત અને તણાવની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

ક્યારેક-ક્યારેક નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આસપાસનું વાતાવરણ સુખમય રહેશે. આજે નવી-નવી યોજનાઓ દિમાગમાં આવશે અને તમે કોઇ નજીકના સંબંધીની મદદથી તે યોજનાઓને શરૂ કરશો.

મીન રાશિફળ – Pisces Horoscope

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે તમને રાહત મળશે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. વ્યવસાય કે નોકરી બંને જગ્યાએ કોઇ પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડી શકે છે. ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા પોતાના માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ