Today 23 February 2021 Horoscope, Rashifal – મંગળવારે હનુમાનજીની સામે ધૂપ-દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ દિવસે જયા એકાદશી પણ છે. એકાદશી પર લક્ષ્મીજી તથા વિષ્ણુજીની પૂજા કરો. જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.
23 February 2021 Rashifal Horoscope
મેષ રાશિફળ – Aries Horoscope
જો વેપારમાં કોઇ પાર્ટનરશિપને લગતી યોજના બની રહી છે તો તરત જ તેના ઉપર અમલ કરો. થાઇરોઇડને લગતી સમસ્યા વધવાની શક્યતા છે. રૂપિયાની લેવડ-દેવડને લગતી કોઇ ભૂલ થવાથી નુકસાન થઇ શકે છે. આજે પ્રોપર્ટીને લગતી કોઇ કામમાં સફળતા મળશે.
વૃષભ રાશિફળ – Taurus Horoscope
ક્યારેક તમારી કટુ વાણી અન્યને નિરાશ કરી શકે છે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવામાં પણ ધ્યાન આપશો. આર્થિક સ્થિતિને લઇને પતિ-પત્ની વચ્ચે થોડો મતભેદ થઇ શકે છે. આજે વ્યવસાયને લગતા કોઇ નિર્ણય ખોટા સાબિત થઇ શકે છે.
મિથુન રાશિફળ- Gemini Horoscope
સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં લચીલાપણુ લાવવું જરૂરી છે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિને વધારે સારી બનાવવા માટે તમારો કોઇ પ્રયાસ સફળ થશે. જીવનસાથી તથા પરિવારના લોકો પાસેથી વધારે આશા રાખવી સંબંધોમાં અંતર વધારી શકે છે.
હાર્દિક પંડ્યાએ પુત્ર અગસ્ત્ય સાથે સ્વિમિંગ પુલમાં કરી મસ્તી, જુઓ તસ્વીરો
કર્ક રાશિફળ – Cancer Horoscope
ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં યુવા વર્ગને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા મળી શકે છે. લગ્નજીવન સામાન્ય જ રહેશે. કાર્યક્ષેત્રમાં આજે વધારે પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે.
સિંહ રાશિફળ – Leo Horoscope
કોઇ જૂની નકારાત્મક વાતને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. જીવનસાથીનો સહયોગાત્મક વ્યવહાર તમને તણાવ મુક્ત રાખશે. કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે. આજે તમે આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર રહેશો.
કન્યા રાશિફળ – Virgo Horoscope
કાર્યક્ષેત્રમાં મંદીના કારણે તણાવ રહેશે પ્રોપર્ટીને લગતા કાર્યોમાં યોગ્ય લાભની સંભાવના છે. લગ્નજીવન સુખદ અને સુખમય જળવાયેલું રહેશે. આજે વિચારોમાં વધારે ભાવુકતા રહેશે. કાર્યક્ષેત્રમાં મંદીના કારણે તણાવ રહેશે.
તુલા રાશિફળ – Libra Horoscope
ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીને લઇને ચિંતા રહી શકે છે. પરિવાર સાથે મનોરંજનના કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે. વધારે મહેનત અને કામ વચ્ચે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. આજે વ્યવસાયિક ક્ષેત્રમાં કોઇ મોટું રોકાણ કરવાની યોજના બની શકે છે.
વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope
છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓથી આજે તમને રાહત મળી શકે છે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં સહયોગીઓ તથા કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
ધન રાશિફળ – Sagittarius Horoscope
કાર્યક્ષેત્રમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ તથા સંપર્ક તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. સમય અનુકૂળ છે. પરંતુ ભાગ્યથી વધારે કર્મ ઉપર વિશ્વાસ રાખો. પરિવારનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.
મકર રાશિફળ – Capricornus Horoscope
કાર્યક્ષેત્રમાં ગુસ્સો અને ઉતાવળ જેવા સ્વભાવમાં નિયંત્રણ રાખવું જરૂરી છે. આજનો દિવસ સારો પસાર થશે. એટલે તમારી યોજનાઓને શરૂ કરવા માટે કોશિશ કરતાં રહો. લગ્ન સંબંધ મધુર રહેશે.
કુંભ રાશિફળ – Aquarius Horoscope
વ્યવસાયિક પાર્ટીઓ સાથે સંબંધ ખરાબ ન કરો. કોઇ સામાજિક સંસ્થા સાથે સારું કામ કરવાથી તમારી સમાજમાં વિશેષ ઓળખ પણ બનશે. પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે. ઘરના વડીલોના માન-સન્માનમાં ઘટાડો આવવા દેશો નહીં.
મીન રાશિફળ – Pisces Horoscope
કોઇ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર રૂપિયાનું રોકાણ કરવું ભવિષ્યમાં વધારે ફાયદાકારક સાબિત થશે. આ સમયે ગ્રહ ગોચર થોડી સારી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. કુંવારા લોકો માટે કોઇ યોગ્ય સંબંધ પણ આવે તેવી શક્યતા છે. વધારે દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ