Rashifal

24 ફેબ્રુઆરી રાશિફળ: બુધવારે આ રાશિના જાતકો માટે ગ્રહ સ્થિતી પ્રબળ રહેશે

24 February 2021 Horoscope - Today Rshifal in Gujarati

Today 24 February 2021 Horoscope, Rashifal – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

24 February 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

જો વેપારમાં કોઇ પાર્ટનરશિપને લગતી યોજના બની રહી છે તો તરત જ તેના ઉપર અમલ કરો. થાઇરોઇડને લગતી સમસ્યા વધવાની શક્યતા છે. રૂપિયાની લેવડ-દેવડને લગતી કોઇ ભૂલ થવાથી નુકસાન થઇ શકે છે. આજે પ્રોપર્ટીને લગતી કોઇ કામમાં સફળતા મળશે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

આજનો દિવસ મિશ્રિત ફળ આપનારો છે. ધંધાકીય ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. નવી યોજના પર ધ્યાન આપો, અચાનક લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડી શકે છે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

ધંધામાં થોડો ફાયદો થવાની સંભાવના છે. બાળકોને લગતી સમસ્યાઓ ઉકેલાશે. પ્રેમ સંબંધ સુખદ રહેશે. જીવનસાથીના સહયોગથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

ભાઈ અને મિત્રોની સહાયથી અટકેલું કામ પૂર્ણ થશે. ધંધામાં સમયસર નિર્ણય સફળ સાબિત થશે. જો તમે વિરોધીઓની ટીકા તરફ ધ્યાન ના આપીને તમારું કાર્ય કરતા રહેશો તો સફળતા મળશે. જીવનમાં પ્રેમ મધુર રહેશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

દુશ્મનોના કાવતરાં ટાળવાનો પ્રયત્ન કરો નહીં તો માનસિક તણાવ વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે, ઉચ્ચ શિક્ષણમાં આવતી અડચણ પૂર્ણ થશે. મહેનત જીવનમાં નવી સિદ્ધિઓ લાવશે અને સામાજિક જવાબદારી પણ વધશે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

સંબંધીઓ તરફથી ખુશી મળશે અને પરિવારમાં શુભ કાર્યથી ખુશી થશે. આજે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વ્યવહાર ના કરો. આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. ભાગીદારીમાં થઈ રહેલા કામમાં અડચણ આવી શકે છે.

તુલા રાશિફળ – Libra Horoscope

મુસાફરી કેટલાક કારણોસર મુલતવી રાખવામાં આવી શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને ફાયદો થશે અને નવી તકો પણ મળશે. બિઝનેસમાં કોઈ નવા રોકાણની શોધમાં સફળતા મળશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને વ્યસ્તતા વચ્ચે પ્રેમ જીવન માટે સમય આપશો. આજનો દિવસ કંઇક વિશેષ કરવાની ભાગદોડમાં પસાર થશે. જો તમારે નોકરી બદલવી છે તો સમય અનુકૂળ છે, ફાયદો થશે. કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માતા-પિતા પાસેથી આશીર્વાદ અને સહાય મેળવો.

ધન રાશિફળ – Sagittarius Horoscope

કાર્યક્ષેત્રમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ તથા સંપર્ક તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. સમય અનુકૂળ છે. પરંતુ ભાગ્યથી વધારે કર્મ ઉપર વિશ્વાસ રાખો. પરિવારનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

વિવાહિત જીવન મધુર રહેશે અને એકબીજાની ભાવનાઓને પૂર્ણ માન આપશો. કાર્યક્ષેત્રમાં કોઈ સાથીદાર તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે, સાવચેત રહો. ધંધાનો વ્યાપ વધશે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

પરિવારને પૂર્ણ સહયોગ મળશે અને પારિવારિક વાતાવરણ ખુશ રહેશે. વેપારી વર્ગો આજે નવી યોજનાને સ્વરૂપ આપશે. મિત્રોના સહયોગથી કરવામાં આવતા કામમાં અડચણ આવી શકે છે. વિદ્યાર્થીઓના શિક્ષણ ક્ષેત્રે આવતી અડચણનો અંત આવશે.

મીન રાશિફળ – Pisces Horoscope

હવામાન પરિવર્તન આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. જીવનસાથીની કોઈ વિશેષ સિદ્ધિથી હૃદય પ્રસન્ન રહેશે. લાભની સ્થિતિ બનશે. રોજગાર માટેના પ્રયત્નોમાં પણ સફળતા મળશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ