28 ફેબ્રુઆરી રાશિફળ: સિંહ રાશિના જાતકોએ સાવધાન રહીને કામ કરવું

By | February 28, 2021

28 February 2021 Horoscope - Today Rashifal in Gujarati

Today 28 February 2021 Horoscope, Rashifal – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

માર્ચ મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે, એકવાર ચેક કરી લો લિસ્ટ

28 February 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

મુશ્કેલ સમયમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. જીવનસાથીનો યોગ્ય સહયોગ રહેશે. આજે વ્યાવસાયિક ક્ષેત્રમાં કાર્યની ગતિ થોડી ધીમી રહેશે. તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

વ્યવસાયમાં લીધેલાં નિર્ણયોમાં શરૂ-શરૂમાં મુશ્કેલીઓ આવી શકે છે. પ્રિયજનો સાથે મળીને તમે તમારા અનુભવો વ્યક્ત કરશો. વાહન ચલાવતી સમયે ખાસ બાબતોનું ધ્યાન રાખો. પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને ગેરસમજ રહી શકે છે. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની જાણકારી લો.

મિથુન રાશિફળ- Gemini Horoscope

ઘરના કોઇ સભ્યને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ થવાથી મન પરેશાન રહેશે. બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. પારિવારિક પરિસ્થિતિઓ સુખમય રહેશે. આવકના સ્ત્રોત વધશે. જો તમે કારોબારમાં કોઇ નવો પ્રયોગ અમલ કરી રહ્યા છો તો કોશિશ કરતાં રહો.

કર્ક રાશિફળ – Cancer Horoscope

તમારા આત્મબળને મજબૂત જાળવી રાખો. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. વેપારમાં પબ્લિક રિલેશનને વધારે સ્ટ્રોંગ બનાવો. સામાજિક તથા રાજનૈતિક ક્ષેત્રમાં તમારું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની કોશિશ કરો. પારિવારિક સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ મળી શકશે. વેપાર અને કારોબારમાં પરિસ્થિતિ અનેક રીતે તમારા પક્ષમાં રહેશે. આજે તમે કોઇ વિશેષ કાર્યને વિશેષ રીતે કરવામાં સક્ષમ રહેશો.

કન્યા રાશિફળ – Virgo Horoscope

આજે કોઇપણ પ્રકારની યાત્રાને ટાળશો તો યોગ્ય રહેશે. શરીરમાં સુસ્તી અને થાક જેવી સ્થિતિ રહેશે. કાર્યક્ષેત્રમાં વધારે મહેનત તથા થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે પણ તમારો રસ જળવાયેલો રહેશે.

તુલા રાશિફળ – Libra Horoscope

પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. ભાઇઓ સાથે કોઇ નાની વાતને લઇને મતભેદ થઈ શકે છે. વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં હાલ થોડા ફેરફારની શક્યતાઓ નથી. તમે તમારી અંદર ભરપૂર ઊર્જા અને આત્મબળ અનુભવ કરશો.

ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં વધારો કરાયો, જાણો ક્યાં સુધી લાગુ રહેશે

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

વ્યવસાયમાં કામ અને પ્રોડક્ટ્સની ક્વોલિટીને યોગ્ય જાળવી રાખો. નજીકના મિત્ર અને સંબંધીઓ સાથે સંબંધોમા કડવાશ આવવા દેશો નહીં. આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

આજે માર્કેટિંગને લગતા કોઇપણ કાર્યને ખૂબ જ સાવધાનીપૂર્ણ કરો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. કોઇ રાજનૈતિક કે પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

તમારા કામથી કામ રાખો. અન્ય લોકોની ફાલતુ વાતો ઉપર ધ્યાન આપશો નહીં. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસાયમાં પ્રોડક્શનને લગતા કાર્યોમાં ઘટાડો આવવાથી ચિંતા રહેશે. આજે અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ સમાચારની પ્રાપ્તિ થશે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

તમારા પોતાના મિત્ર જ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. તમે તમારી વ્યસ્તતાના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં. કોઇ અટવાયેલું મહત્ત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થઇ શકે છે. કાર્યને યોગ્ય ગતિ આપવા માટે અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો.

મીન રાશિફળ – Pisces Horoscope

વ્યવસાયિક ક્ષેત્રમાં થોડી પરેશાનીઓ સામે આવશે. જ્ઞાનવર્ધક સમય છે. કાર્યોને ખૂબ જ પ્રભાવશાળી અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરશો. કોઇ પ્રકારની બદનામી તમારા માથે પડી શકે છે. લગ્નજીવનમાં મધુરતા રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ