ફાટેલી નોટના નિયમમાં રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયાએ 2009માં ઘણા ફેરફાર કર્યા છે. નિયમ પ્રમાણે નોટની સ્થિતિના આધારે લોકો ભારતમાં આરબીઆઇની શાખા અને નામિત બેન્ક શાખાઓમાં ફાટેલી કે દોષપૂર્ણ નોટને બદલાવી શકો છો. જો તમારી પાસે પણ ફાટેલી નોટ છે તો હેરાન થવાની જરૂર નથી. અમે તમને જણાવી રહ્યા છીએ કે ક્યાંથી અને કેવી રીતે તમે ફાટેલી નોટોને એક્ચેન્જ (torn 2000 rupee note exchange) કરાવી શકો છો. આના બદલે બેન્ક તમને કેટલા પૈસા પાછા આપે છે.
ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો તારીખ અને સમય
વોડાફોન પ્રીપેડ યુઝર્સને આ પ્લાન પર મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, દરરોજ મળશે 1.5 જીબી ડેટા
ક્યાં બદલાવી શકાય ફાટેલી નોટ
તમે તમારી આજુબાજુની કોઈપણ બેન્કની બ્રાન્ચમાં જઈને આ નોટોને બદલાવી શકો છો. જો કે આ સુવિધા દરેક બેંકમાં ઉપલબ્ધ નથી હોતી. આરબીઆઇએ (RBI) દરેક બેન્કોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તે ફાટેલી નોટને બદલી આપે. સાથે જે તે બેકની શાખામાં આ સુવિધા વિશે બોર્ડ પણ લગાવવાનું હોય છે.
2000 રૂપિયાની નોટના બદલે મળશે આટલા રૂપિયા
નિયમ પ્રમાણે નોટ કેટલી ફાટેલી છે તે તેની સ્થિતિ પર નિર્ભર કરે છે. આમ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાની ઓફિસિયલ વેબસાઈટ પર આપેલી જાણકારી પ્રમાણે રૂપિયા 2000ની નોટના 88 વર્ગ સેન્ટિમીટર હોવા પર પુરા પૈસા મળે છે. જ્યારે 44 વર્ગ સેન્ટિમીટરના અડધા પૈસા મળે છે.
આના માટે બેંક કોઈ ચાર્જ નથી લેતી
ફાટેલી નોટના બદલે બેન્ક તમારી પાસે કોઈપણ ચાર્જ લેતી નથી. આ સુવિધા બેન્ક દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે. જો નોટ વધારે ખરાબ હોય કે ખરાબ રીતે બળી ગઈ હોય તો તેવી નોટોને બેંક બદલી આપવાનો ઇન્કાર કરી શકે છે. જો બેન્કોને એવું લાગે કે નોટોને જાણી જોઈને કાપી નાખી છે તો તેવા સંજોગોમાં પણ બેન્ક બદલી નહિ આપે.
કેટલા પૈસા મળી શકે?
50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયાની જૂની ફાટેલી નોટના પુરા પૈસા પાછા મળે તે પણ જરૂરી છે. તમારી નોટ 2 ભાગમાં વહેંચાયેલી હોય જેમાં એક ભાગ નોટના 40% (ટકા) કે તેનાથી વધારે ભાગને કવર કરતા હોય.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ