India News

ઉત્તરાખંડમાં જળપ્રલય – ઈન્ડિયન આર્મીના જવાનોનું દિલધડક રેસ્ક્યુ, જુઓ તસ્વીરો

Chamoli disaster, Chamoli avalanche flood, Rishiganga power project, Tapovan avalanche, Uttarakhand avalanche, Glacier Accident Chamoli

ઉત્તરાખંડના ચમોલીમાં તપોવન પાસે ટનલમાં ફસાયેલા 16 લોકોને ITBPના જવાનોએ બચાવ્યા છે. અહીં ટનલમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે ઈન્ડિયન આર્મીના જવાનો જોડાયા છે. આ રેસ્ક્યુ મિશન માટે ઈન્ડિન નેવીની સાત ડાઈવિંગ ટીમ પણ સ્ટેન્ડબાય મોડ પર છે.

Chamoli disaster, Chamoli avalanche flood, Rishiganga power project, Tapovan avalanche, Uttarakhand avalanche, Glacier Accident Chamoli

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે આશરે 150 લોકો તણાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોને પણ ખાલી કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન માટે મોકા પર ITBPની ત્રણ ટીમ હાજર છે.

ઉત્તરાખંડમાં જળપ્રલય – ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી, 150 લોકો તણાયાની આશંકા

Chamoli disaster, Chamoli avalanche flood, Rishiganga power project, Tapovan avalanche, Uttarakhand avalanche, Glacier Accident Chamoli

ચમોલીમાં તપોવન ડેમમાં ફસાયેલા 16 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓને સુરક્ષિતસ્થળે મોકલવામાં આવ્યા છે. આ જાણકારી ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે આપી છે. ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા પછી પાણીનો પ્રવાહ હવે નંદપ્રયાગ પહોંચ્યો છે. રાહતની વાત એ છે કે નંદપ્રયાગ પહોંચતા પાણીનો પ્રવાહ લગભગ ધીમો થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડમાં સર્જાયેલી આ તબાહીમાં 150 લોકોના મોતની આશંકા છે અને અત્યાર સુધીમાં 7 લોકોના મૃતદેહ મળ્યા છે જ્યારે 16 લોકોને બચાવવામાં આવ્યા છે. વધુ મળતી માહિતી મુજબ, આશંકા છે કે લગભગ 100 શ્રમિક ઘટનાસ્થળ કામ કરી રહ્યા હતા.

Chamoli disaster, Chamoli avalanche flood, Rishiganga power project, Tapovan avalanche, Uttarakhand avalanche, Glacier Accident Chamoli

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહને જોતા કીર્તી નગર, દેવપ્રયાગ, મુની કી રેતી વિસ્તારોને એલર્ટ પર રહેવાનું કહ્યું છે. આસપાસના વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યા છે. લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચવાની અપીલ કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ