India News

મૃતદેહને કોઈ અડવા તૈયાર નહોતું, ત્યારે આ મહિલા ઈન્સ્પેક્ટરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

Women sub inspector carries body of homless man

આંધ્રપ્રદેશમાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘટના છે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાની છે. એક 80 વર્ષીય ઘરવિહોણા અને નિરાધાર વૃદ્ધના બિનવારસી મૃતદેહને તેના ખભા પર લઈને 2 કિમી ચાલ્યા હતા, સાથે અંતિમસંસ્કાર પણ પોતાના હાથે જ કર્યા હતા.

કરીનાની Instagram v/s Reality પોસ્ટ ફેન્સને આવી રહી છે પસંદ, જુઓ વાઈરલ ફોટોઝ

બજેટ 2021 – જાણો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘુ થયું

શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગામાં ફરજ બજાવતા મહિલા સબ ઇન્સ્પેક્ટર કે. શ્રીષાએ એવું કાર્ય કર્યું કે લોકો તેમની પ્રશંશા કરી રહ્યા છે. ડીજીપી ગૌતમ સવાંગે મહિલા એસઆઈના માનવતાવાદી કાર્યની પણ પ્રશંસા કરી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ કે. શ્રીષાએ જણાવ્યું કે ‘અમને કોઈ અજાણ્યા વ્યક્તિના મૃતદેહ વિશે ખબર પડી, જેની ઉંમર લગભગ 80 વર્ષની હશે. સ્થાનિક લોકો અનુસાર તે એક ભિખારી હતો. ખેતર નજીક પડેલા મૃતદેહને ગાડી સુધી લાવવાનો રસ્તો નહોતો. અમે ગ્રામજનોને અપીલ કરી હતી પરંતુ કોઈ આગળ આવ્યું નહીં. ‘

Women sub inspector carries body of homless man

આંધપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાસિબુગ્ગા-પલાસા મ્યુનિસિપાલિટીના આદિવિકોટ્ટુરું ગામના એક ખેતરમાં એક બિનવારસી લાશ લોકોએ જોઈ હતી. પરંતુ કોઈએ પણ લાશ પાસે જવાની હિંમત ન કરી. કોઈએ જણાવ્યું કે તે વૃદ્ધ લોકો પાસેથી ખાવાનું માંગીને પોતાનું પેટ ભરી રહ્યા હતા. તે મૂળ ક્યાંના રહેવાસી એ પણ કોઈ જાણતું ન હતું.

મહિલા સબ-ઈન્સ્પેકટર શ્રીષાને આ ઘટનાની જાણ થતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે જોયું કે લાશના અંતિમસંસ્કાર તો દૂર, પણ લોકો એની પાસે જવાથી પણ ગભરાઈ રહ્યા હતા. ત્યારે મહિલા સબ ઇન્સ્પેક્ટર પોતે આગળ આવ્યા હતા અને કામચલાઉ સ્ટ્રેચરની મદદથી લાશને તેમના ખભા પર રાખીને ઉપાડ્યો અને અંતિમસંસ્કાર પણ કર્યા હતા. આમ આ કાર્યમાં લલિતા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોની મદદ પણ મળી હતી.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ