18 માર્ચ રાશિફળ: વૃષભ, કર્ક તથા તુલા માટે શુભ દિવસ, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

By | March 18, 2021

18 March 2021 Horscope, Astrology in Gujarati, Rashifal, Zodiac Sign, Leo, રાશીફળ, રાશી ભવિષ્ય, જ્યોતિષ રાશી

Today 18 March 2021 Horoscope, Rashifal – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

AMTS-BRTSને કોરોનાનું ગ્રહણ, અચોક્કસ મુદત સુધી બસ સેવા બંધ

Ind Vs Eng T20: દર્શકોને પરત મળશે ટિકિટના પૈસા, જાણો કેવી રીતે

મેષ રાશિફળ

આજે કાર્યક્ષેત્રમાં વધારે કામ રહી શકે છે. ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ પણ સફળ રહેશે. તમારું મન નાની-નાની વાતોને લઇને વિચલિત રહી શકે છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.

વૃષભ રાશિફળ

તમારી એકાગ્રતામાં ઘટાડો આવી જવાના કારણે કોઇ કામ બગડી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. લગ્નજીવન સુખદ રહી શકે છે. મારી કોઇ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

મિથુન રાશિફળ

કોઇની આર્થિક મદદ કરવાના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઇ શકે છે. સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે ભાગ્ય તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા આપી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી હાજરી યોગ્ય વાતાવરણ જાળવી રાખશે.

કર્ક રાશિફળ

કોઇનો ખોટો નિર્ણય તમને ભ્રમિત કરી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. ઘરને સજાવવા માટે નવી વસ્તુઓની ખરીદદારી પણ થશે. આજના દિવસની શરૂઆત ખૂબ જ સારી રહેશે. વ્યવસાયમાં સ્પર્ધાનો સામનો પણ કરવો પડી શકે છે.

સિંહ રાશિફળ

આ સમયે સંબંધોને લગતા કોઇ જૂના વાદ-વિવાદ ફરી ઊભા થઇ શકે છે. વધારે કામના ભારના કારણે થાક અને નબળાઇ રહેશે. એડવરટાઇઝમેન્ટને લગતા કાર્યોમાં વધારેમાં વધારે ધ્યાન આપો. આ સમયે જીવનમાં અચાનક થોડા પોઝિટિવ ફેરફાર આવશે.

સુરત જનાર લોકો સાવધાન, હવે આટલા દિવસ સુધી રહેવું પડશે ક્વોરન્ટાઇન

કન્યા રાશિફળ

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. યુવા વર્ગને સારી જોબ મળવાની શક્યતા છે. ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પતિ-પત્ની બંનેનો સહયોગ રહેશે. માનસિક શાંતિ જાળવી રાખવા માટે મેડિટેશન કરો તથા પોઝિટિવ લોકોના સંપર્કમાં રહો.

તુલા રાશિફળ

આજે કોઇ સારો અનુભવ મળશે. બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે. કોઇ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિમાં ગુંચવાશો નહીં. સામાજિક પ્રતિષ્ઠા વધશે.

વૃશ્ચિક રાશિફળ

કોઇ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે. વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરશો. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા કે તણાવથી પણ રાહત મળશે.

ધન રાશિફળ

આ સમયે તમારી માનસિક સ્થિતિને પોઝિટિવ જાળવી રાખો. વાહન સાવધાની પૂર્વક ચલાવો. પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઇ શકે છે. આજે કોઇ પ્રિય મિત્રની સલાહથી તમને સફળતા મળવાની શક્યતા છે.

મકર રાશિફળ

પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. તમારા આત્મવિશ્વાસ સામે તમારા વિરોધીઓ પરાજિત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આળસ તથા સુસ્તીને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

કુંભ રાશિફળ

આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પારિવારિક જીવન સુખદ રહી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતો યોગ બની રહ્યો છે. આ સમયે તમારા વ્યવસાયનું માર્કેટિંગ કરવું ફાયદાકારક રહેશે. પાડોસીઓ સાથે કોઇપણ મતભેદ કરવાથી બચવું.

મીન રાશિફળ

તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. આર્થિક સ્થિતિ પણ ઉત્તમ રહેશે. નવી-નવી યોજનાઓ બનશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ