20 માર્ચ રાશિફળ: કુંભ રાશિને માટે મહત્વપૂર્ણ દિવસ, જાણો આજનો તમારો દિવસ

By | March 20, 2021

20 March 2021 Horoscope - Gujarati Rashifal Today

Today 20 March 2021 Horoscope, Rashifal – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીંતો મુકાશો મુશ્કેલીમાં

મહત્વનો નિર્ણય: ગુજરાતમાં આ તારીખ સુધી ફરી શાળા-કોલેજ બંધ

મેષ રાશિફળ

આજે તમારી કોઇ ઇચ્છા પૂર્ણ થશે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. નવા કામની શરૂઆત થશે. ઉધરસ, તાવ જેવી સમસ્યા વધી શકે છે. હાલ પોતાને સાબિત કરવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે.

વૃષભ રાશિફળ

કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તથા કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે. પારિવારિક જીવનમાં તાલમેલ જાળવી રાખવામાં મુશ્કેલી આવી શકે છે. આર્થિક દૃષ્ટિએ સમય શ્રેષ્ઠ છે. તમારી ઉપર જવાબદારીઓ વધારે રહેશે.

મિથુન રાશિફળ

ક્યારેક ગુસ્સા અને જિદ્દ જેવી નકારાત્મક વાતોના કારણે દિનચર્યા ખરાબ થઇ શકે છે. વ્યવસાયમાં કોઇ નવો પ્રયોગ કરવો લાભદાયક રહેશે. તમે તમારી ઉપર કર્મ અને પુરૂષાર્થ ઉપર વિશ્વાસ રાખીને મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

કર્ક રાશિફળ

કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે લેશો નહીં. તમારા નાણાકીય કાર્યો ઉપર ધ્યાન આપો. તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે. ઘરનું વાતાવરણ સુખ-શાંતિ પૂર્ણ રહેશે. વ્યવસાયમાં પરિસ્થિતિઓ સામાન્ય જ રહેશે.

સિંહ રાશિફળ

બધી જ પરેશાનીઓનો ઉકેલ તમે તમારી બુદ્ધિમત્તા તથા વિવેક દ્વારા શોધી લેશો. કારોબારમાં મનોવાંછિત પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે આર્થિક સ્થિતિને ઠીક રાખવા માટે ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા રાશિફળ

કોઇ વિશેષ રસના કાર્યોમાં પણ સુખદ સમય પસાર થઇ શકે છે. બેચેની જેવી સમસ્યા આવી શકે છે. કાર્યક્ષેત્રમાં અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની જ મહેનત દ્વારા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. સમય માન પ્રતિષ્ઠા વર્ધક છે.

તુલા રાશિફળ

આજે રોકાણ કે બેંકને લગતા કાર્યોને ખૂબ જ સાવધાની પૂર્વક કરો. પારિવારિક જીવન સુખમય રહેશે. થોડો સમય ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વૃશ્ચિક રાશિફળ

યુવા વર્ગ પોતાની કોઇ સફળતાને લઇને અસંતુષ્ટ રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. તમારી અંતરાત્મા તમને યોગ્ય માર્ગમાં આગળ વધવાની ઉત્તમ પ્રેરણા આપશે. ઘરનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

ધન રાશિફળ

વ્યવસાયને લગતી તમારી કોશિશ અને પરિશ્રમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. સિઝનલ બીમારીઓથી બચીને રહેવું. તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કામ યોજનાબદ્ધ રીતે સંપન્ન થવાથી માનસિક સુકૂન મળશે.

મકર રાશિફળ

શારીરિક રૂપથી થોડો થાક અને નબળાઇ રહેશે. આ સમયે તમારા વધતા ખર્ચ ઉપર કાપ મુકવો જરૂરી છે. પતિ-પત્નીના સંબંધ યોગ્ય જળવાયેલાં રહેશે. થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યા નજીકના સંબંધીઓ તથા પરિવારના સહયોગથી ઉકેલાઇ જશે.

કુંભ રાશિફળ

પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. બિનજરૂરી ખર્ચની અસર તમારી ઊંઘ ઉપર પડી શકે છે. ગેસ, એસિડિટીની સમસ્યા વધી શકે છે. આજે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા રાહ જોઇ રહી છે. ખાસ કરીને મહિલાઓ માટે સમય અનુકૂળ છે.

મીન રાશિફળ

કાર્યક્ષેત્રમાં બનાવેલી નવી નીતિઓ અને યોજનાઓ ઉપર અમલ કરવા માટે સમય યોગ્ય છે. ઉતાવળ તથા આવેશમાં કોઇ કામ ખરાબ થઇ શકે છે. લોકો સાથે હળવા-મળવાથી સુખદ અનુભવ મળી શકે છે. કોઇપણ મુષ્કકેલીમાં મિત્રો તથા પારિવારિક પૂરતો સહયોગ રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ