21 માર્ચ રાશિફળ: 9 રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે, જાણો તમારો આજનો દિવસ

By | March 21, 2021

21 March 2021 Horoscope - Gujarati Rashifal Today

Today 21 March 2021 Horoscope, Rashifal – આજે ગ્રહ-નક્ષત્રો મળીને આયુષ્માન અને સૌમ્ય નામના બે શુભ યોગ બની રહ્યા છે. જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

હોળીના દિવસે શા માટે છે સફેદ કપડા પહેરવાનો રિવાજ છે, જાણો ખાસ વાતો

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીંતો મુકાશો મુશ્કેલીમાં

મેષ રાશિફળ

તમારી કોઇ ઇચ્છા પૂર્ણ થશે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે. વાહન સાવધાની પૂર્વક ચલાવો. કોઇ નવા કામની શરૂઆત થશે.

વૃષભ રાશિફળ

રૂપિયા-પૈસાને લગતું કોઇ પ્રકારનું લેવડ-દેવડ કરવા માટે સમય અનુકૂળ નથી. કાર્યક્ષેત્રમાં મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી મોટી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. યુવાઓને તેમના કરિયરને લગતી કોઇ સ્પર્ધામાં સફળતા મળવાના યોગ છે.

મિથુન રાશિફળ

આ સમયે વ્યાવસાયિક કાર્યમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે. તમારા કોઇ પાડોસીના મુશ્કેલ સમયમાં કામ આવવું તમને આત્મિક સુખ આપી શકે છે. તમારા સ્વભાવમાં લચીલાપણું રાખવું જરૂરી છે.

કર્ક રાશિફળ

તમે કોઇ દુવિધામાં ખરાબ રીતે ફસાઇ શકો છો. ઘરનું વાતાવરણ સુખ-શાંતિ પૂર્ણ રહેશે. આ સમયે તમારા નાણાકીય કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. નાની-નાની વાતો ઉપર તણાવ લેવો નહીં.

સિંહ રાશિફળ

ઉતાવળમાં લીધેલાં નિર્ણય બદલવા પણ પડી શકે છે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. કારોબારમાં મનોવાંછિત પરિણામ પ્રાપ્ત થશે. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે થોડો સમય પસાર કરો. શારીરિક રૂપથી સ્વસ્થ રહેશો.

કન્યા રાશિફળ

વ્યવસાયમાં બધા કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે. ઉધરસ, તાવ જેવી સમસ્યા રહી શકે છે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે કોઇ કારણે ગેરસમજ ઊભી થઇ શકે છે.

તુલા રાશિફળ

પારિવારિક જીવન સુખમય રહેશે. વધારે સમજવા કે વિચારવામાં સમય ખરાબ કરવાથી તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે જે પ્રાપ્ત કરવા ઇચ્છો છો, હાલ તેને પૂર્ણ કરવા માટે મહેનતની જરૂરિયાત રહેશે.

વૃશ્ચિક રાશિફળ

આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓની સલાહ ઉપર પણ ધ્યાન આપો. ઘરનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે. યુવા વર્ગ પોતાની સફળતાને લઇને અસંતુષ્ટ રહેશે.

ધન રાશિફળ

કાર્યક્ષેત્રમાં વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે. સ્વાસ્થ્ય સારું રહી શકે છે. કોઇ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની સંપૂર્ણ સંભાવના છે. પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવું જરૂરી છે.

મકર રાશિફળ

આજે વ્યવસાયમાં ખૂબ જ સાદગી તથા ગંભીરતાથી કામ કરવાની જરૂરિયાત છે. ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. વ્યક્તિગત મુંજવણના કારણે તમે ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

કુંભ રાશિફળ

ઘરનું વાતાવરણ સુખદ તથા શાંતિપૂર્ણ રહેશે. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ ન કરો. આજે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા તમારી રાહ જોઇ રહી છે. બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. કાર્યસ્થળમાં થોડી પરેશાનીઓ ઊભી થઇ શકે છે.

મીન રાશિફળ

કામકાજમાં વધારે એકાગ્રતા અને ગંભીરતા રાખવાની જરૂરિયાત છે. ચામડીને લગતી કોઇ એલર્જી થઇ શકે છે. આજે એક ખાસ વાત ધ્યાનમાં રાખો કે દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. યુવાઓને કોઇ ઇન્ટરવ્યુમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે. આજે થોડા સુખદ અનુભવ મળશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ