22 માર્ચ રાશિફળ: તુલા અને વૃશ્ચિક રાશિને કોઈ કાર્યમાં સફળતા મળશે

22 માર્ચ રાશીફળ, Astrology in Gujarati, Rashifal, Horoscope, Zodiac Sign, Leo, જ્યોતિષ રાશી, રાશી ભવિષ્ય

Today 22 March 2021 Horoscope, Rashifal – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

શું રાજ્યમાં હોળી – ધુળેટીની ઉજવણી થશે? સરકારે કરી આ મોટી જાહેરાત

મેષ રાશિફળ

કોઇ સંબંધી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. પ્રેમ સંબંધોમાં આકર્ષણ વધી શકે છે. આ સમયે કામકાજને લગતા બધા વિષયોને ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે. તમારી યોગ્યતા અને કાર્યશૈલીને જોઇને વિરોધી પણ તમારા વખાણ કરવા માટે વિવશ થઇ શકે છે.

વૃષભ રાશિફળ

વ્યાપારિક કામકાજ અંગે કોઇ યાત્રા કરવી પડી શકે છે. આકરી મહેનત કરીને આગળ વધવાના રસ્તાઓ ખુલશે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ કામ વચ્ચે જ અધૂરું રહી શકે છે.

મિથુન રાશિફળ

સુખમાં વધારો થઇ શકે છે. તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. થાક અને તણાવ હાવી થઇ શકે છે. સરકારી કાર્યોને ઉકેલવા માટે સમય અનુકૂળ રહેશે. આ સમયે ખર્ચમાં વધારો થઇ શકે છે.

કર્ક રાશિફળ

સ્વાસ્થ્ય અતિ ઉત્તમ રહેશે. ધનને લગતા મામલે પણ તમારી ચિંતાનું કારણ બનશે. સમયની ચાલ તમારા પક્ષમાં છે. મહેમાનોની આગતા-સ્વાગતામાં પણ સમય સુખમય પસાર થશે. આ સમયે વ્યવસાયિક કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે.

સિંહ રાશિફળ

વ્યાપારિક કાર્યોમાં વધારો થઇ શકે છે. તમારે અચાનક જ કોઇ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તમારી અંદર અન્ય લોકો પાસે કામ કઢાવવાની અદભૂત કળા રહેશે.

કન્યા રાશિફળ

આ સમયે ગ્રહ ગોચર તમારા કરિયરને નવી દિશા આપશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સંબંધોમાં પ્રેમ અને તાલમેલ જળવાયેલો રહેશે. ઘરમાં મહેમાનોની અવર-જવરથી સુખનું વાતાવરણ રહી શકે છે. અનેક મામલે તમારા વિચાર અન્યથી અલગ રહી શકે છે.

તુલા રાશિફળ

મિત્રો તથા પરિજનો સાથે આનંદદાયક સમય પસાર થઇ શકે છે. તમે જે કાર્યોમાં પણ હાથમાં લેશો, તમને તેમાં સફળતા મળી શકશે. થોડા ખોટા લોકો તમને ફસાવવાની કોશિશ કરશે. આજે તમને એવા સ્ત્રોતથી ધન મળશે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય.

વૃશ્ચિક રાશિફળ

સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આ સમેય કોઇપણ પ્રકારની યાત્રા કષ્ટકારી રહેશે. વ્યવસાયમાં અચાનક જ કોઇ ઉત્તમ ઓર્ડર મળી શકે છે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોશિશ કરતા રહેશો. જેમાં તમને સફળતા પણ પ્રાપ્ત થશે.

ધન રાશિફળ

વ્યક્તિગત સંબંધોમાં પ્રેમ વધારે ગાઢ બનશે. આ સમયે કોઇપણ કામને જાતે પૂર્ણ કરવાની કોશિશ કરો. તમે તમારા લક્ષ્યને પણ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. આ સમયે ધૈર્યથી કામ લેવું. અન્યના ભરોસો નુકસાન આપી શકે છે.

મકર રાશિફળ

કોઇ નજીકના સંબંધીનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. લગ્ન સંબંધોમાં ઉત્તમ તાલમેલ જળવાયેલો રહેશે. ઉન્નતિના અવસર મળી શકે છે, કામનો ભાર વધારે રહી શકે છે પરંતુ તમે ખૂબ જ સરળતાથી તેને સંભાળી લેશો.

કુંભ રાશિફળ

કોઇપણ વ્યપારિક નિર્ણય લેવો ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આજે તમારો મોટાભાગનો સમય ઘરની દેખરેખ તથા પરિવારના લોકો સાથે પસાર થશે. પતિ-પત્ની એકબીજાનો તાલમેલ યોગ્ય જાળવી રાખશે.

મીન રાશિફળ

વ્યવસાય કે ઓફિસમાં ટીમ વર્ક જાળવીને કામ કરવું. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે પારિવારિક મામલાઓને લઇને વિવાદ થઇ શકે છે. ટીમ વર્કમાં તમારું યોગ્ય પ્રદર્શન રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

close