23 માર્ચ રાશિફળ: બે શુભ યોગનો સીધો ફાયદો 7 રાશિને મળશે, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

23 માર્ચ રાશીફળ, Astrology in Gujarati, Rashifal, Horoscope, Zodiac Sign, Leo, જ્યોતિષ રાશી, રાશી ભવિષ્ય

Today 23 March 2021 Horoscope, Rashifal – મંગળવારના રોજ શોભન તથા સ્થિર નામના બે શુભ યોગ બની રહ્યાં છે. જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

31 માર્ચ પહેલા પુરા કરી લો આ જરૂરી કામ, નહીં તો થઈ શકે છે મુશ્કેલી

મેષ રાશિફળ

બેદરકારીના કારણે અનેક તક હાથમાંથી સરકી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આજે કોઇ વિશિષ્ટ કામ પૂર્ણ થઇ શકે છે. સરકારી કામકાજ ગતિ પકડશે.

વૃષભ રાશિફળ

તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે. ભાગદોડ વધારે રહી શકે છે. પરંતુ તેનું પરિણામ ઓછું મળી શકે છે. વ્યવસાયમાં આકરી પ્રતિયોગિતાના કારણે તમારે વ્યવસ્થિત રીતે કામ કરવું પડી શકે છે. તમે તમારી લાઇફ સ્ટાઇલમાં થોડા પરિવર્તન લાવશો.

મિથુન રાશિફળ

આર્થિક સ્થિતિ સારી થશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહેશે. તમે તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવાની પણ કોશિશ કરશો. પરિવાર સાથે પાર્ટી કે સમારોહમાં જવાની તક મળી શકે છે.

કર્ક રાશિફળ

ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો, નહીંતર તમે ભારે સંકટમાં ફસાઇ શકો છો. વધારે કામના કારણે ઘર-પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં. કોઇ ઇચ્છિત કાર્ય સમયે પૂર્ણ થઇ જવાથી મન પ્રસન્ન રહેશે. વ્યવસાયને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર મળશે.

સિંહ રાશિફળ

ક્યારેક આળસની સ્થિતિ રહી શકે છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી કોઇ ગેરસમજનું નિવારણ આવી શકે છે. સમય અનુકૂળ છે. કામકાજનો વધારે ભાર તમારા ઉપર રહેશે. સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પડી શકે છે.

કન્યા રાશિફળ

સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે. વધારે જવાબદારીઓનો ભાર પણ તમારી ઉપર લેશો નહીં. લગ્નજીવન મધુર રહેશે. આજે સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. વ્યવસાયમાં નવા દ્વાર ખુલી શકે છે.

તુલા રાશિફળ

ફાલતૂ કાર્યોમાં થઇ રહેલાં ખર્ચને નિયંત્રણમાં રાખો. પતિ-પત્નીમાં નાની-નાની વાતને લઇને તણાવ રહી શકે છે. ભાઈ-બહેનોના સંબંધ વધારે મજબૂત થશે. આ સમયે વેપારમાં ખૂબ જ ઠંડા દિમાગથી નિર્ણય લેવાની જરૂરિયાત છે.

વૃશ્ચિક રાશિફળ

વધતા ખર્ચના કારણે ચિંતા રહેશે. પારિવારિક જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. પોઝિટિવ લોકો સાથે હળવા-મળવાથી માનસિક રૂપથી ઊર્જાવાન અનુભવ કરશો. આ સમયે વ્યવસાયમાં ટીમ વર્ક જાળવી રાખવું જરૂરી છે.

ધન રાશિફળ

સમય સફળતાપૂર્ણ રહેશે. આ સમયે સામાજિક ગતિવિધિઓથી થોડા દૂર રહો. સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યવસાયમા એક સારી ટીમ તૈયાર કરો. તમે આકરી પરીક્ષા માટે માનસિક અને શારીરિક રૂપથી તૈયાર રહેશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો.

મકર રાશિફળ

ધાર્મિક વિવાદને લગતા મામલાઓમાં પડશો નહીં. માનસિક તણાવ રહેશે. વ્યક્તિગત તથા આર્થિક મામલે તમારા નજીકના મિત્રો તથા પરિવારના લોકોની સલાહ લો. વ્યક્તિગત કાર્યો સાથે-સાથએ ઘર-પરિવાર ઉપર પણ સમય આપવો જરૂરી છે.

કુંભ રાશિફળ

વ્યવસાયિક કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. સામાજિક ગતિવિધિઓ તથા સમાન વિચારધારાના લોકો સાથે સમય પસાર થશે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

મીન રાશિફળ

પરિવાર સાથે કોઇ ધાર્મિક યાત્રાને લગતા પ્રોગ્રામ બનશે. કોઇની વાતો ઉપર જરૂરિયાત કરતા વધારે વિશ્વાસ ન કરો. દિવસની શરૂઆત કોઇ સુખદ અનુભવ સાથે થશે. વ્યવસાયમાં થોડી લાભદાયક સ્થિતિ બનશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

close