24 માર્ચ રાશિફળ: મેષ, સિંહ, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે

24 March 2021 Horoscope - Gujarati Rashifal Today

Today 24 March 2021 Horoscope, Rashifal – મંગળવારના રોજ શોભન તથા સ્થિર નામના બે શુભ યોગ બની રહ્યાં છે. જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

ફાયદાની વાત: 31 માર્ચ સુધી ઘર ખરીદવા પર 2.67 લાખની સબસિડી મળશે, ફટાફટ કરો અરજી

મેષ રાશિફળ

વેપારમાં નવા-નવા લોકો સાથે સંપર્ક બનશે, જેના દ્વારા તમારી ઉન્નતિ થશે. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત થશે તથા તમારું કોઇ કાર્ય એક નવા અંદાજમાં સંપન્ન થશે.

વૃષભ રાશિફળ

આ સમયે કોઇપણ પરિવર્તન કરવા માટે સમય અનુકૂળ નથી. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. દિવસની શરૂઆત સુખદ ગતિવિધિઓ દ્વારા થશે. આ સમયે રોકાણ તથા બેંકના કાર્યો જેવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો.

મિથુન રાશિફળ

ગ્રહ સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે. વ્યવસાયને લગતો કોઇ લાભકારી પ્રત્સાવ આવી શકે છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો કોઇ વિવાદ દૂર થશે. લોકોની આશા ઉપર તમે ખરા ઉતરશો.

કર્ક રાશિફળ

પાર્ટનરશિપની દૃષ્ટિએ સમય ખૂબ જ ઉત્તમ છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને હળવામાં લેશો નહીં. આ સમયે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે. પારિવારિક ગતિવિધિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખો.

સિંહ રાશિફળ

યુવાઓ ઇન્ટરવ્યૂમાં સારું પ્રદર્શન કરી શકશે. રાજકીય કાર્ય હવે ગતિ પકડશે. જોખમી કાર્યોથી દૂર રહેવું. કોઇ સંબંધીના ઈર્ષ્યાળુ વ્યવહારના કારણે તમારું મન અશાંત રહેશે. બાળકો તમારી આજ્ઞાનું પાલન કરશે.

કન્યા રાશિફળ

સ્વાસ્થ્ય સારું રહેશે. થોડા કઠોર તથા સાહસી નિર્ણયોના કારણે તમને સફળતા મળશે. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે. રોકાણને લગતી ગતિવિધિઓમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. અભ્યાસ કરી રહેલાં લોકોનું ધ્યાન પોતાના લક્ષ્ય ઉપર રહેશે.

તુલા રાશિફળ

અન્ય સાથે ઝઘડામાં કોઇપણ પ્રકારની દખલ ન કરો. સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે કોઇ ઇન્ટરવ્યુમા સામેલ થઇ રહ્યા છો તો સફળતા મળી શકશે. પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

વૃશ્ચિક રાશિફળ

કોઇપણ કામ ઉતાવળના કારણે ખરાબ થઇ શકે છે. ઘરમાં કોઇ સભ્યની સગાઈને લઇને પાર્ટી અને ઉત્સવનું વાતાવરણ રહેશે. તમારી ઉપર કોઇ નવું કાર્ય કે જવાબદારી આવી શકે છે. સમય અનુકૂળ છે. લોકો સાથે સંબંધ જાળવી રાખવાની દૃષ્ટિએ સમય મહત્ત્વપૂર્ણ છે.

ધન રાશિફળ

જીવનસાથીનો ભરપૂર સહયોગ તમને તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં મદદગાર રહેશે. આજે કોઇ ધાર્મિક ક્રિયાઓ અથવા આયોજનમાં વ્યસ્ત રહેશો. આજે વેપારમાં કોઇ કઠોર અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની સ્થિતિ બનશે.

મકર રાશિફળ

તમારા અહંકારભર્યા વ્યવહાર ઉપર રોક લગાવો. સ્વાસ્થ્ય સારું રહેશે. આજનો દિવસ થોડા મિશ્રિત પ્રભાવવાળો રહેશે. રોજિંદા કાર્યોમાં કોઇ નવી શક્યતાઓ હાથમાં આવી શકે છે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરવો તમારા માટે મુશ્કેલી બની શકે છે.

કુંભ રાશિફળ

ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં થોડી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. પૂર્વ સમયમાં કરેલી મહેનત રંગ લાવશે. અધ્યાત્મ, સમાજ તથા નૈતિકતા સાથે જોડાયેલાં મામલાઓ ઉપર તમે ધ્યાન આપશો.

મીન રાશિફળ

અર્થ વિના કોઇ સાથે ગુંચવાશો નહીં. કામકાજના મામલે કોઇપણ બેદરકારી કે ભૂલ ન કરો. સ્વાસ્થ્ય પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમને ઊર્જાવાન રાખશે. તમારા પોઝિટિવ વિચાર તથા આત્મવિશ્વાસ દ્વારા કોઇ મુશ્કેલ જીતને પ્રાપ્ત કરી શકો છો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

close