7 રૂપિયામાં 100 કિલોમીટર ચાલશે આ જબરદસ્ત બાઈક, લાઈસન્સની પણ જરૂર નહીં પડે

By | March 9, 2021

Atum 1.0 Bike: Here All Detailed Electric Motorcycle

ભારત દેશમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel)ના ભાવ (Price) આસમાને પહોંચી ગયા છે, જેના કારણે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યાં છે. જેના કારણે ભારતીય બજારમાં હાલના સમયમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles)નું ચલણ વધી ગયું છે. લોકો પેટ્રોલ અને ડીઝલથી ચાલનારા વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) તરફ વધુ આકર્ષિત થઈ રહ્યાં છે. એવામાં atumobile પ્રાઇવેટ લિમિટેડે પોતાનું ન્યૂ જનરેશન બાઇક Atum 1.0ને ભારતીય બજારમાં લોન્ચ (Launch) કર્યું છે.

‘બાહુબલી’ ની આ એક્ટ્રેસ ટ્રેડિશનલ લૂકમાં સોશ્યિલ મીડિયામાં છવાઈ, જુઓ VIRAL ફોટોઝ

7 રૂપિયામાં 100 કિલોમીટરની માઈલેજ

હૈદરાબાદની સ્ટાર્ટઅપ કંપની (Hydrabad’s Startup Company) Atumobile પ્રાઇવેટ લિમિટેડે Atum 1.0ને બનાવી છે. કંપનીનું કહેવું છે કે આ બાઇક માત્ર 7 રૂપિયામાં 100 કિલોમીટર નું અંતર કાપી શકે છે. કંપનીનો દાવો છે કે આ બાઇક વધતા પેટ્રોલના ભાવની સ્થિતિમાં પ્રદૂષણને ઓછું કરવામાં પણ કારગર સાબિત થશે.

Atum 1.0 Electric Motorcycle Price

Atum 1.0ની કિંમત

કંપનીએ આ ઇલેક્ટ્રિક બાઇકની બેઝ પ્રાઇઝ (Base Price) 50,000 રૂપિયા રાખી છે. આ બાઇકને સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેની સ્પીડને ઓછી જ રાખવામાં આવી છે.

Atum 1.0 ફીચર્સ

કંપનીઆ બાઇકમાં ડિજિટલ ડિસ્પ્લે (Digital Display), આરામદાયક સીટ (Comfortable Seat), એલઇડી હેડલાઇટ (LED Headlights), ટેલ લાઇટ (Tell Lites) અને ઇન્ડીકેટર્સ (Indicaters) જેવા ફીચર્સ (Features) પણ આપવામાં આવ્યા છે.

Automobile Atum Bike in India

બેટરી અને માઈલેજ

Atum 1.0 ઈ-બાઈક માં પોર્ટેબલ લિથિયમ આયર્ન બેટરી આપવામાં આવી છે. આ બેટરી ફક્ત 4 કલાકમાં જ ચાર્જ થઈ જાય છે. Atum 1.0ને ફૂલ ચાર્જ કરવા પર 100 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ ઇલેક્ટ્રિક બાઇક 2 વર્ષની બેટરી વોરંટી સાથે આવે છે. આ બેટરી માત્ર 7થી 8 રૂપિયાના ખર્ચમાં ફુલ ચાર્જ થઈ જાય છે. શહેરમાં ફરવા માટે બાળકો, વયસ્કો અને વડીલો માટે યોગ્ય છે.

બુકિંગ કેવી રીતે કરશો? – How to book?

atumobile કંપનીએ કહ્યું છે કે તેના બુકિંગ (Booking) માટે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ Atumobile.co પર જઈને કરી શકે છે. કંપનીએ જણાવ્યું કે તેના લૉન્ચિંગ બાદ અત્યાર સુધી તેમની પાસે 400થી વધારે બાઇક્સનું બુકિંગ આવી ચૂક્યું છે. અને કંપની આ ઇલેક્ટ્રિક બાઇકની બજારમાં ટૂંક સમયમાં ડિલીવરી પણ શરૂ કરશે.

આ બાઇક ખરીદવા માટે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી નથી, અથવા તમારે તે માટે રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે નહીં.

આ ઇલેક્ટ્રિક બાઇક્સને આપશે ટક્કર

એવું માનવામાં આવી રહ્યું છે કે Atumobileની આ બાઇક Revoltની RV400 ઇલેક્ટ્રિક બાઇક (Electric Bike)ને ટક્કર આપી શકે છે. RV400 સંપૂર્ણપણે સ્માર્ટ બાઇક (Smart Bike) છે. આ બાઇકને તમે પોતાના ફોન સાથે કનેક્ટ કરી શકો છો. આ બાઇક આપને નજીકના સ્વેપ સ્ટેશનનો રસ્તો પણ બતાવી શકે છે, જ્યાં જઈને તમે બેટરી ચેન્જ કરાવી શકો છો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ