આઈશા કેસમાં નવો ખુલાસો, જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરાએ…

By | March 1, 2021

Ayesha Family Demand for Justice, Banner of 'We Want Justice'

અમદાવાદમાં આઈશા મકરાણી (Ayesha Makrani) નામની પરિણીતાએ હસતા મુખે વીડિયો બનાવીને સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. પણ મોત પહેલાંનાં તેના અંતિમ વીડિયોમાં તેણે હસતાં મોઢે દુનિયાને અલવિદા કહી દીધું હતું. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ. સોશિયલ મીડિયામાં પણ આઈશાના પતિ વિરુદ્ધ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ અંગે આજે તેના પરિવારે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

આ બૉલીવુડ અભિનેત્રીએ તેના અંગત જીવનને લઈને કર્યો મોટો ખુલાસો, આ ઉંમરમાં કરી હતી….

‘આઈશા વી વોન્ટ જસ્ટિસ’ ના બેનર લાગ્યા

અમદાવાદમાં સાબરમતી નદીમાં આપઘાત કરનાર આઈશાને લઈને શહેરના રિલીફ રોડ પર ‘આઈશા વી વોન્ટ જસ્ટિસ’ ના બેનર લાગ્યા છે. બીજી બાજુ આઈશાના પતિને લઈને મોટો ખુલાસો થયો છે. આઈશાએ જેના માટે હસતા મુખે દુનિયાને અલવિદા કહી તેવા આરોપી પતિ આરીફ ખાનને બીજી ગર્લફ્રેન્ડ હોવાનો ખુલાસો થયો છે. જેથી આરીફ ખાન આયશાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેના પતિએ એક વોટ્સએપ સ્ટેટસ પણ મૂક્યું હતું જે લોકોને ચોંકાવી રહ્યું છે.

Ayesha Husband Wahtsapp Status

આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે…

આયેશા (Ayesha Khan) ના પરિવારે અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. જેમાં સૌથી મહત્વનો ખુલાસો હતો કે, આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. આરીફ ખાનને માર મારવાના કારણે તેની પ્રેગનેન્સી મિસ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેઓ આયેશા ને તેના પિયર મુકી ગયા હતા. ત્યાર બાદ આયેશાના પિતા પાસે ડોઢ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જ્યાં સુધી પૈસા નહી મળે ત્યાં સુધી તેઓ આયેશાને તેડી નહી જાય તેવી પણ વાત કરી હતી.

1 માર્ચ 2021: થશે આ મોટા બદલાવ, જેની સીધી અસર તમારા જીવન પર પડશે

બીજી બાજુ વટવાની આઈશાએ તેના અંતિમ વીડિયોમાં ભલે પતિને માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી આરીફને માફ કરવા તૈયાર નથી. આઈશાના પિતાએ જણાવ્યું છે કે, ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તોપણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે. તેને ક્યારેય માફ નહિ કરું.’ તેને સતત ત્રણ દિવસ સુધી તેનાં સાસરિયાંએ જમવાનું પણ આપ્યું ન હતું.

નોંધનીય છે કે અમદાવાદમાં આઈશા આપઘાત કેસમાં પોલીસ આરીફ ખાન અને તેમના પરિવારજનોને પકડવા માટે રાજસ્થાન પહોંચી હતી. હાલ પતિ આરીફ ખાન ફરાર છે. આપઘાત કરતા પહેલાઆઈશાને બન્ને વચ્ચે ટેલિફોનિક વાત પણ થઈ હતી. આયશાના આપઘાત બાદ આરિફે લગ્ન પ્રસંગમાં પણ હાજરી આપી હતી.

ગઈ 21 ઓગસ્ટે વટવામાં આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ