31 માર્ચ પહેલા પુરા કરી લો આ જરૂરી કામ, નહીં તો થઈ શકે છે મુશ્કેલી

Complete these essential task before 31 March 2021

દેશમાં નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ એટલે 31 માર્ચ(31 March) માનવામાં આવે છે. આવકની સાથે-સાથે ઘણા પ્રકારના ટેક્સ બચતની પ્રક્રિયા પણ પુરી કરવાનો અંતિમ દિવસ પણ હોય છે.

આ વર્ષ એલટીસી(LTC) સ્કીમ હેઠળ ખરીદી અને તેનું બિલ જમા કરવાની પ્રકિર્યા પણ પુરી કરવાની છે. જેને લઈને પાનકાર્ડ-આધાર કાર્ડ, એલટીસી સ્કીમ હેઠળ ખરીદદારી, જેવા અનેક કામ આ મહિનાની છેલ્લે તારીખ 31 માર્ચ (31 March) પહેલા પૂરાં કરવા પડશે.

અમે તમને જણાવીશું કે એવા ક્યાં કામ છે જે 31 માર્ચ સુધીમાં પુરા કરવા જરૂરી છે નહીં તો થઈ શકે છે મુશ્કેલી.

પાનકાર્ડ-આધારકાર્ડને લિંક કરાવો

પાનનકાર્ડ(Pan Card)ને આધાર કાર્ડ(Aadhar Card) સાથે જોડવા માટે સરકારે 31 માર્ચ 2021 સુધીનો સમય આપ્યો છે. તેની છેલ્લી તારીખ 30 જૂન 2020 હતી. જો પાનને આધાર સાથે લિંક ના હોય તો પાન કાર્ડ અમાન્ય થઈ જશે અને આ પછી 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.

ગૂગલ પર ભૂલથી પણ આ વસ્તુઓ સર્ચ ના કરતા, નહીં તો મુકાશો મુશ્કેલીમાં

કેવી રીતે લિંક કરવું – તમે ફોનથી મેસેજ મોકલીને આધાર કાર્ડ-પાનકાર્ડને લિંક કરી શકો છો. સૌથી પહેલાં તમે કેપિટલ લેટરમાં IDPN લખો, પછી સ્પેશ આપીને આધાર નંબર અને પાન નંબર લખો. આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો. ત્યારબાદ આવકવેરા વિભાગ બંને દસ્તાવેજોને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરશે, અને આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને મેસેજ દ્વારા પુષ્ટિ મળશે.

7 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય

1 એપ્રિલથી 7 બેંકોની ચેકબુક અમાન્ય થઈ જશે. જેમાં દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક અને અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે. આ બધી બેંકો છે જે બીજી બેંકમાં મર્જ થઈ ગઈ છે. એટલે કે, જો આ 7 બેંકોમાં તમારું કોઈ ખાતું છે, તો ઝડપથી તમારી નવી ચેકબુક અને IFSC કોડ શોધી કાઢો.

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીંતો મુકાશો મુશ્કેલીમાં

પીએમ કિસાન સન્માન નિધિ

31 માર્ચે પીએમ કિસાન સન્માન નિધિમાં (PM Kisan Samman Nidhi) નોંધણી માટેની છેલ્લી તારીખ છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે નોંધણી કાર્ય 31 માર્ચ પહેલા પૂર્ણ કરવું પડશે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે.

વિવાદથી વિશ્વાસ યોજના

કરદાતાઓના ટેક્સ વિવાદને સમાધાન માટે સરકારે વિવાદથી વિશ્વાસ યોજના શરૂ કરી છે. તમે આ યોજના હેઠળ 31 માર્ચ સુધી જ અરજી કરી શકો છો. આ અંતર્ગત કડક નિયમોને બદલે નરમાઈનો ઉપયોગ કરવામાં આવે છે અને અનેક પ્રકારની છૂટ આપવામાં આવે છે.

LTC બિલ પર છૂટ

ગયા વર્ષે સરકારે એલટીસી બિલ પર ટેક્સ છૂટની ઓફર કરી હતી. આ અંતર્ગત કર્મચારીઓને 2 ટકા અથવા તેથી વધુના GST વાળી વસ્તુની ખરીદી કરવા માટે 3 ગણો ખર્ચ કરવો પડશે. આ માટે એલટીસી બિલ આપેલા ફોર્મેટમાં સબમિટ કરવું પડશે, જેની છેલ્લી તારીખ 31 માર્ચ છે.

ઈન્કમટેક્સ રિટર્ન ભરવાનું ના ભૂલો

નાણાકીય વર્ષ 2019-20 માટે સુધારેલ ઈન્કમટેક્સ રિટર્ન અથવા વિલંબિત ઈન્કમટેક્સ રિટર્ન (IT Return) ભરવાની છેલ્લી તક 31 માર્ચ છે. આમ કરવામાં નિષ્ફળ થશો તો10,000 રૂપિયા સુધીની પેનલ્ટી થઈ શકે છે.

રોકાણની પ્રક્રિયા પૂર્ણ કરો

વીમા પોલિસી, ઈએલએસએસ, હાઉસિંગ અને એજ્યુકેશન લોન અને પીપીએફ સહિતના અન્ય કર મુક્તિ વિકલ્પોમાં રોકાણ માર્ચના અંત પહેલા પૂર્ણ કરવું પડશે. ત્યારબાદ ચાલું નાણાંકીય વર્ષ માટે તેમ કરી શકાશે નહીં.

આધાર કાર્ડ લિંક છે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયા સસ્તો મળશે, અહીં જાણો

વ્યાજ વગરની લોન આપવાનો અવસર

કેન્દ્ર સરકારે ગયા વર્ષે સરકારી કર્મચારીઓને ખાસ ઉત્સવની આગોતરી ઓફર કરી હતી. આ અંતર્ગત સરકારી કર્મચારીઓ વ્યાજ વગર એડવાન્સ લોન લઈ શકે છે. તેને 10 સમાન હપ્તામાં ચૂકવવાની રહેશે. જો તમે અરજી કરી નથી, તો તમે 31 માર્ચ પહેલાં અરજી કરીને તેનો લાભ લઈ શકો છો.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રથમ મકાન ખરીદવા અથવા બનાવવા માટે લોન પર 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. આ સુવિધા મેળવવા માટે આ મહિનાના અંત સુધી અરજી કરી શકે છે.

ડબલ ટેક્સ લગાવવાનું ટાળો

કોરોનાના કારણે માર્ચથી મે દરમિયાન ભારતની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ રહી હતી. આવી સ્થિતિમાં ઘણા વિદેશી નાગરિકો ભારતમાં ફસાઈ ગયા. નિયમો અનુસાર, આ સ્થિતિમાં તેઓએ ભારતની સાથે તેમના મૂળ દેશમાં પણ ટેક્સ ભરવો પડશે. જો કે, ભારત સરકારે ડબલ ટેક્સ લાગુ ન થાય તે માટે સ્વ-ઘોષણા કરી છે. 31 માર્ચ પહેલા આવું કરવાથી ડબલ ટેક્સ લાગવાથી બચી શકાય છે.

આકસ્મિક લોન યોજના

સરકારે ગયા વર્ષે ઉદ્યોગપતિઓ માટે સ્વનિર્ભર ભારત પેકેજ હેઠળ ગેરંટીલેસ લોન સુવિધા રજૂ કરી હતી. આ યોજના 31 માર્ચ 2021ના રોજ સમાપ્ત થશે. તમે ફક્ત પ્રથમ એપ્લિકેશન પર જ આનો લાભ મેળવી શકો છો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

close