ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું છે. યુઝર્સ લોગીન સર્વિસનો યુઝ નથી કરી શકતા. આ સમસ્યા ખાલી ભારતમાં જ નથી. પરંતુ પુરા વિશ્વભરમાં કેટલાય યુઝર્સને આ સમસ્યા આવી રહી છે. લોકો આ બાબતે ટ્વીટર પર ફરિયાદ કરી રહ્યાં છે.
ફેસબુક મેસેન્જર પણ મેસેજ નથી જઈ રહ્યા. આવી સમસ્યા ઈન્સ્ટાગ્રામમાં પણ થઈ રહી છે. જોકે એપ્સ ઓપન થઈ રહી છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની ફીડ રિફ્રેશ નથી થઈ રહી.
આ સમસ્યા ભારતીય સમય પ્રમાણે રાત્રે 11.05 વાગે શરૂ થઈ છે. હજુ સુધી કંપની તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી. આ પહેલા પણ ફેસબુક, વોટ્સએપ ઘણી વખત ડાઉન ગયું છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ પણ ડાઉન છે. સામાન્ય રીતે આવી સમસ્યામાં કંપની નિવેદન જારી કરે છે, પરંતુ હાલ શું સમસ્યા થઈ છે તે અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો
જો આ બેંકમાં તમારું ખાતું હોય તો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીંતો મુકાશો મુશ્કેલીમાં
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ