શું રાજ્યમાં હોળી – ધુળેટીની ઉજવણી થશે? સરકારે કરી આ મોટી જાહેરાત

By | March 21, 2021

Holi Festival 2021: Holi Dhuleti celebrations banned in Gujarat

કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે રાજ્યમાં હોળી-ધુળેટી(Holi Festival 2021) ને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. લોકોમાં અસમંજસ છે કે કોરોનાના કહેર વચ્ચે હોળી-ધૂળેટી ઉજવવી કે નહિ. એવામાં સરકારે હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપી છે. આ નિર્ણય કોર કમિટિની બેઠકમાં સીએમની અધ્યક્ષતામાં કરાયો છે.

હોળીમાં ધાર્મિક વિધિ માટે છૂટ – રંગો પર પ્રતિબંધ

નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવાયું હતું કે હોળીમાં ધાર્મિક વિધિ માટે છૂટ આપવામાં આવશે. ધુળેટીના દિવસે રંગોથી રમવા પર પ્રતિબંધ રહેશે. હોળી (Holi 2021) ની ઉજવણીમાં ટોળાશાહી કરવા, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી આપવામાં નથી આવી.

હોળીના દિવસે શા માટે છે સફેદ કપડા પહેરવાનો રિવાજ છે, જાણો ખાસ વાતો

વધુમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. માત્ર ધાર્મિક રીતે જ હોળીની ઉજવણી કરશે.

લોકો હોળીનું પ્રાગટ્ય કરી શકશે. દરેક મહોલ્લા, શેરીમાં સંપૂર્ણ વિધિ પ્રમાણે અને કોવિડની ગાઇડલાઇનનું પાલન કરી હોળી પ્રગટાવી શકાશે. પરંતુ ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યાં જરૂર પડે છે ત્યાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કર્યા છે. મોટા બજારો કે જ્યાં ભીડ એકત્રિત થાય છે તેને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શનિ-રવિ મોલ વગેરે બંધ કર્યા છે. બાકીના દિવસે બધા બજારો મોલ – દુકાનો બધું ચાલુ રહેશે. કર્ફ્યૂ સમય સિવાય બધાં જ વેપાર ધંધા, હોટલ , અવર-જવર ચાલુ રહેશે. એટલે નાના ઉદ્યોગોને પણ અસર ના થાય તેની કાળજી રાખીએ છીએ.

શું તમને ખબર છે કોણ તમારું WhatsApp DP જોઈ રહ્યું છે? જાણો આ ટ્રીકથી

કોરોના મામલે સરકારની વ્યવસ્થા અંગે જણાવ્યું કે, સરકારની બધી હોસ્પિટલમાં 70 ટકા કરતા વધુ પ્રમાણમાં બેડ ખાલી છે. કોઈએ ડરવાની જરૂર નથી. કોઈપણ જાતના કરફ્યૂની વિચારણા રાજ્ય સરકાર નથી કરી રહી.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ