ઘર ખરીદવાનો આનાથી શાનદાર મોકો નહી મળે, આ બેંકોએ ઘટાડ્યા વ્યાજ દર

By | March 5, 2021

Home Loan Interest Rate: Banks cut home loan rates

જો આપ ઘર ખરીદવાનું પ્લાન કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. ઘર ખરીદદારો (Home Buyers) માટે સારા સમાચાર આવ્યા છે. SBI, HDFC બાદ હવે ICICI Bank એ પણ હોમ લોનની વ્યાજ દરમાં ઘટાડો કરી દીધો છે.તમને જણાવી દઈએ કે ICICI બેંકે કરેલી જાહેરાત મુજબ હવે બેન્ક 6.70%ના વ્યાજ દરે હોમ લોન આપશે. છેલ્લા 10 વર્ષમાં આ સૌથી સસ્તી હોમ લોન છે. આ વ્યાજ દર 5 માર્ચ 2021થી લાગુ થઇ જશે.

આ બેંકો ઓછા વ્યાજે આપી રહી છે હોમ લોન

ICICI હોમ લોન

ગ્રાહકો આ વ્યાજ દર અંતર્ગત 75 લાખ સુધીની લોન લઈ શકે છે. જોકે, 75 લાખથી વધુની લોન માટે ગ્રાહકોએ 6.75% વ્યાજ ચૂકવવું પડશે. આ સ્કીમ ફાયદો ઉઠાવવા માટે ફક્ત 31 માર્ચ 2021 સુધીનો સમય લાગૂ રહેશે.

સોની પરિવારના સામૂહિક આપઘાતનો રૂવાંડા ઊભા કરી નાખતો પ્લાન સામે આવ્યો, જાણીને તમે પણ ચોંકી જશો

ICICI બેન્કની વેબસાઈટ અને મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ iMobile Pay દ્વારા હોમ લોન માટે અરજી કરી શકો છો. તેમજ ડિજિટલ એપ્રુવલ પણ લઈ શકે છે. આ ઉપરાંત કોઈ નજીકની બેંક શાખાની વિઝીટ કરી શકે છે. નવા ગ્રાહક લગભગ ICICI Bank ની શાખાએ જઇને પણ હોમ લોન માટે એપ્લાય કરી શકે છે. ગ્રાહકોને ડિજિટલ રીતે લોનના Instant Sanction મળે છે.

HDFC હોમ લોન

HDFCએ હોમ લોન (HDFC Home Loan) વ્યાજ દરમાં 5 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જેનો ફાયદો વર્તમાન લોન ધારકોને મળશે. વ્યાજ દરમાં કપાતને 4 માર્ચથી લાગુ કરવામાં આવશે.

કોટક મહિંદ્રા હોમ લોન

લોન લેવા માટે Kotak Digi Home Loans દ્વારા પ્રોસેસ ખૂબ ઝડપી બનશે. કોટક મહિન્દ્રા બેંકે જણાવ્યું કે, વ્યાજ દર ઉધારકર્તાના ક્રેડિટ સ્કોર અને લોન ટુ વેલ્યુ સાથે લિંક્ડ હશે. આ વ્યાજ દર હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર લોન પર લાગુ થશે. સેલરી અને નોન-સેલરાઇડ લોકો માટે આ બેંકમાં 6.65 ટકા વ્યાજ દર છે.

SBI હોમ લો

તમને જણાવી દઈએ કે SBIએ પણ 1 માર્ચે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. SBIએ 31 માર્ચ સુધીમાં 100% પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. જેથી લોન પર 1%ની બચત થશે. SBI બેંક 75 લાખ સુધીની લોન (SBI Home Loan) પર 6.70% અને તેનાથી વધુની લોન પર 6.75% વ્યાજ વસૂલશે. જેમાં સારા CIBIL સ્કોરને પ્રાથમિકતા મળશે


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ