આધાર કાર્ડ લિંક છે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયા સસ્તો મળશે, અહીં જાણો

By | March 19, 2021

How to check LPG GAS Subsidy if aadhar card is linked

પેટ્રોલ – ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય જનતા ચિંતામાં મુકાઈ છે. બીજી બાજુ રાંધણ ગેસની વધતી કિંમતોથી પણ પરેશાન છે. કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતાને સબસિડીની સુવિધા આપવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેના ભાવોમાં આશરે 200 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડર 300 રૂપિયાથી પણ સસ્તામાં મળી શકે છે.

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં આવ્યા કોરોનાના અધધ કેસ, આંકડો જાણીને ચોકી જશો

દેશના અનેક રાજ્યોમાં ગ્રાહકોને અલગ-અલગ સબ્સિડી (LPG Subsidy) આપવામાં આવે છે. જે લોકોની વાર્ષિક આવક લગભગ 10 લાખ રૂપિયાથી વધારે છે, તેમને સબસિડીની સુવિધા આપવામાં આવતી નથી. એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 1 માર્ચે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ઉજ્જ્વલા યોજના અંતર્ગત

વડાપ્રધાન ઉજ્જ્વલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર પરની સબસિડી 174.80 રૂપિયાથી વધારીને 312.80 કરવામાં આવી છે. જો તમે પણ આ યોજના હેઠળ આવો છો તો તમે એક ગેસ સિલિન્ડર પર 312 રૂપિયા બચાવી શકો છો.

આ રીતે ચેક કરો સબસિડી મળી રહી છે કે નહીં

સૌથી પહેલા આપને ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ https://cx.indianoil.in/ પર વિઝિટ કરવાની રહેશે.

હવે આપને Subsidy Status અને Proceed પર ક્લિક કરવાનું છે.

ત્યારબાદ આપને Subsidy Related (PAHAL)ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. પછી આપને Subsidy Not Received પર ક્લિક કરવાનું છે.

આપનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને LPG ID નોંધાવાનો છે.

ત્યારબાદ તેને વેરિફાય કરો અને સબ્મિટ કરી દો.

ત્યારબાદ આપને તમામ જાણકારી સામે મળી જશે.

ઓનલાઇન આધાર કાર્ડ સાથે લિંક

જો તમે ગેસ સબસિડી માટે તમારા આધારને ઓનલાઇન લિંક કરવા માંગો છો. તો તમે UIDAI વેબસાઇટ દ્વારા પણ આ કાર્ય કરી શકો છો. આ માટે, આધારની વેબસાઇટ પર તમારું નામ સરનામું, યોજના, ગેસ વિતરકની માહિતી ભરીને તમારી આધાર સબસિડી મેળવવા માટે વેબસાઇટ દ્વારા લિંક કરી શકો છો.

મહત્વનો નિર્ણય: ગુજરાતમાં આ તારીખ સુધી ફરી શાળા-કોલેજ બંધ

આ નંબર પર સંપર્ક કરી શકો છો

સબસિડી ન મળવાનું મોટું કારણ એલપીજી આઇડીનું એકાઉન્ટ નંબર સાથે જોડાણ ન થયું હોય તો. તેના માટે તમે પોતાના નજીકના ડિસ્ટ્રીબ્યૂટરનો સંપર્ક કરો અને સબસિડીની સમસ્યા તેમને જણાવો. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ