બોલિવૂડના આ એકટર્સ ના ઘરે પડ્યા ઇન્કમટેક્સના દરોડા, મળ્યા આટલા કરોડના ગોટાળા

By | March 5, 2021

Income Tax Raids on Taapsee Pannu ane Anurag Kashyap Homes

એક્ટ્રેસ તાપસી પન્નુ (Taapsee Pannu) અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ (Anurag Kashyap) કશ્યપના ત્યાં ઈનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. તાપસી અને અનુરાગ કેંદ્ર સરકાર પર ઘણીવાર તીખા પ્રહાર કરી ચૂક્યા છે. ત્યારે તેમના ત્યાં દરોડા (Income Tax Raids) પડતાં રાજકારણ ગરમાયું છે.

ગુરૂવારે મોડી રાત સુધી આ મામલે દરોડાની કાર્યવાહી ચાલુ હતી. તો બીજી તરફ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નિવેદન બહાર પાડીને તેમની પાસે પુરાવા હોવાનો દાવો કર્યો છે. હાલમાં જ આ કેસમાં અનેક મોટા ખુલાસા થયા. જેમાં રેડના કારણોની જાણકારી મળી. સીબીડીટી (CBDT)ને લગભગ 300 કરોડની હેરાફેરીની જાણકારી મળી છે.

KWAN Talent Management Company

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમ એ મુંબઈ, દિલ્હી, પુણે અને હૈદરાબાદમાં કુલ મળીને 28 અલગ-અલગ સ્થળોએ તપાસ કરી રહી છે. આ મામલે ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની (KWAN Talent Management Company) નું નામ પણ સામે આવ્યું છે. આવકવેરા વિભાગે તેની ઓફિસે પણ રેડ મારી છે.

ફેન્ટમ ફિલ્મ્સ (Phantom Films) ના ટેક્સ ચોરી મામલે સતત ત્રીજા દિવસે એટલે કે ગુરુવારે મોડી રાત સુધી મુંબઈમાં ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીની ઓફિસ પર આવકવેરા અધિકારીઓની રેડ ચાલુ હતી. ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટની ઓફિસ પર આવકવેરા અધિકારીઓની રેડ 36 કલાક ચાલી. મોડી રાતે 1 વાગે 5-6 અધિકારીઓ ક્વાન ઓફિસ બિલ્ડિંગમાંથી બહાર નીકળતા જોવા મળ્યા.

સોની પરિવાર આપઘાત કેસમાં નવો વળાંક, સામે આવ્યું જ્યોતિષ કનેક્શન

ઈનકમ ટેક્સ વિભાગની તપાસ દરમિયાન ફિલ્મ ડાયરેક્ટરો અને શેરધારકો વચ્ચે વિતરિત શેરોની વાસ્તવિક કિંમત ઓછી દર્શાવવા અને હેરાફેરીના પુરાવા મળ્યા છે. જેમાં આશરે રૂપિયા 350 કરોડની કરચોરી થઈ હોવાનો અંદાજો છે.

IT Raids on Anurag Kashyap

આવકવેરા વિભાગ (Income Tax Department) ની આ રેડ હજુ એક બે દિવસ ચાલે તેવી શક્યતા છે. મોડી રાત સુધી ચાલેલી આ કામગીરીમાં અધિકારીઓની સાથે જયા સાહા (Jaya Saha)પણ હાજર રહી હતી. જયા સહા સુશાંત સિંહ મામલે પણ ચર્ચિત નામ હતું.

આવકવેરા અધિકારીઓએ જયા સહા (Jaya Saha) પાસેથી પણ 350 કરોડની કથિત ગડબડી અને ફેન્ટમ પ્રોડક્શન હાઉસ સાથે થયેલી ડીલ અંગે જાણકારી મેળવી છે. આ બાજુ તાપસી પન્નુ (Taapsee Pannu)ના નામ પર 5 કરોડ કેશની રિસિપ્ટ રિકવર થઈ છે જેની તપાસ ચાલુ છે. સાથે જ જાણીતા ફિલ્મ ડાયરેક્ટરો અને નિર્માતાઓએ નકલી ખર્ચ દર્શાવીને 20 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનું અનુમાન છે.

આ કારણોસર પડયા ઇન્કમટેક્સના દરોડા

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ ફેન્ટમ ફિલ્મ્સે પોતાના કેટલાક શેર Inflated Rate પર રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટને વેચ્યા હતા. જેનો ટેક્સ પણ ચૂકવ્યો નથી. આ પણ ફેન્ટમ ફિલ્મ્સ પર રેડનું એક કારણ છે. લગભગ 20 દિવસ પહેલા આવકવેરા વિભાગે ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા ડાઈરેક્ટર્સ, અભિનેતા, પ્રોડ્યૂસર્સ, ડિસ્ટ્રિબ્યૂટર્સને નોટિસ મોકલી હતી. જેમાંથી મટોાભાગના લોકોએ નોટિસનો જવાબ આપ્યો હતો કે ફેન્ટમ ફિલ્મ કંપની વર્ષ 2018માં ડિસોલ્વ થઈ ગઈ છે. અને તેઓ હાલ તેની સાથે જોડાયેલા નથી. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ IT વિભાગ ક્રોસ ચેકિંગ માટે ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા ઓડિટર્સનો પણ સંપર્ક કરી શકે છે.

આવકવેરાના જણાવ્યાં મુજબ અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને તાપસી પન્નુ (Taapsee Pannu) પર આવકવેરા વિભાગના દરોડાનું મૂળ કારણ સામે આવ્યું હતું. કહેવાયું હતું કે આ રેડનું મુખ્ય કારણ છે અનુરાગ કશ્યપનું હાલમાં જ કરાયેલું પ્રોપર્ટીમાં રોકાણ. અનુરાગે 16 કરોડ રૂપિયામાં ઘર ખરીદવામાં રોકાણ કર્યું. આ ઘરને ખરીદવામાં મોટી રકમ તે કંપનીના એકાઉન્ટથી ચૂકવવામાં આવી હતી. જે કંપની હવે બંધ કરી દેવાઈ છે.

આ સાથે જ કહેવાયું કે તાપસી પન્નુ (Taapsee Pannu)એ પોતાના ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન અને ડેકોર કરાવ્યું હતું. જેનું પેમેન્ટ પણ આ કંપનીના ખાતામાંથી કરાયું હતું. આ બધાના કારણે આ તપાસ શરૂ થઈ છે. જે હવે વર્ષ 2011થી વર્તમાન આવકવેરા ચૂકવણી સુધી પહોંચી ગઈ. આવકવેરા વિભાગને એ વાતની જાણકારી મળી છે કે કંપનીના લાભ છૂપાવવા માટે કંપનીને બંધ કરી દેવાઈ છે. ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા તમામ લોકો અને આ કંપનીના ખાતેથી કરાયેલી ચૂકવણીની તપાસ ચાલુ છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ