ભારત 28 માર્ચે એક અત્યંત મહત્વનું કામ કરવા જઈ રહ્યું છે. આ દિવસે ભારત સેટેલાઈટ જીસાટ-1 (Satellite GISAT-1)ને લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ સેટેલાઈટની મદદથી ભારતને બોર્ડર એરિયાની તસ્વીરો તથા કુદરતી હોનારત સંબંધિત માહિતી મળી શકશે.
જીસાટ-1(GISAT-1)ને 28 માર્ચે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લા (Andhra Pradesh’s Nellore District)માં શ્રીહરિકોટા (Sriharikota) અંતરિક્ષ કેન્દ્ર(Spaceport) પરથી જીએસએલવી-એફ 10 (GSLV-F10) દ્વારા લોન્ચ કરવામાં આવશે.
સેટેલાઈટ લોન્ચિંગ હવામાન પર આધારિત હશે
ઈસરો(ISRO)ના એક અધિકારીએ જણાવ્યું કે અમે 28 માર્ચે આ જિયો ઈમેજિંગ સેટેલાઈટ (GEO Imaging Satellite)ને પ્રક્ષેપિત કરવા માગીએ છીએ. જો કે તે હવામાનની સ્થિતિ પર આધારિત રહેશે. આ સેટેલાઈટ 36,000 કિલોમીટરની ઊંચાઈની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જીએસએલવી-એફ 10 (GSLV-F10) દ્વારા જીસેટ-1(GISAT-1) નું પ્રક્ષેપણ સ્થગિત કરી દેવાયું છે. ગત વર્ષના માર્ચ મહિનામાં તેનું પ્રક્ષેપણ થવાનું હતું.
અનુષ્કાના ખોળામાં પુત્રી વામિકા, ‘વુમન્સ ડે’ પર વિરાટ કોહલીએ લખી ઈમોશનલ પોસ્ટ
લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે સેટેલાઈટ
ઈસરોના અધિકારીએ જણાવ્યું કે આ સેટેલાઈટ ભારત માટે ઘણો મહત્વપૂર્ણ છે. સારી જાતના કેમેરા ધરાવતા આ સેટેલાઈટના માધ્યમ દ્વારા ભારતીય જમીન અને મહાસાગર, અને ખાસ કરીને બોર્ડર એરિયાની દેખરેખ રાખી શકશે. આ સેટેલાઈટ કુદરતી હોનારત અને કોઈ પણ ટૂંકા ગાળાની ઘટનાઓની ત્વરિત જાણકારી આપવામા પણ મદદ કરશે.
કોરોનાને કારણે વિલંબ થયો હતો
ઈસરોના અધ્યક્ષ સિવાને ગત અઠવાડિયે જણાવ્યું હતું કે કેટલાક ટેકનોલોજીકલ કારણથી જીસેટ-1 મિશનને સ્થગિત કરી દેવાયું હતું. તેનો હવે ઉકેલ આવી ગયો છે. કોવિડ-19 લોકડાઉનને કારણે સામાન્ય કામકાજ પર અસર પડી હતી અને તેને કારણે તેના પ્રક્ષેપણમાં વિલંબ થયો હતો.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ