બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરે 21 ફેબ્રુઆરી 2021એ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. હવે કરીનાએ તેના દીકરાની પહેલી ઝલક ચહેરો દેખાય એ રીતે કરી છે. કરીનાએ વુમન્સ ડે એ દીકરા (Second Baby of Kareena Kapoor) સાથેનો ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતા કરીનાએ લખ્યું કે, “એવું કશું જ નથી જે મહિલાઓ ન કરી શકે❤️❤️ હેપી વિમન્સ ડે માય લવ્સ ❤️ #InternationalWomensDay”
IPL 2021 શિડ્યુલ: કયારે અને કયાં રમાશે, જાણો ટાઈમટેબલ સહિતની વિગતો
કરીનાએ જે ફોટો શેર કર્યો છે એ બેલ્ક એન્ડ વ્હાઈટ છે. તસ્વીરમાં કરીના દીકરાને ખભે ઉચકેલી નજર આવી રહી છે. તસ્વીરમાં કરીનાના નાના દીકરાનો ચહેરો બરાબર દેખાઈ રહ્યો નથી.
દીકરા સાથેનો ફોટો શેર કર્યો
તમને જણાવી દઈએ કે આ કરીનાનો નાનો દીકરો છે. હજી સુધી સૈફ અને કરિનાએ બીજા દીકરાનું નામ જાહેર નથી કર્યું. આના પહેલા કરીના અને સૈફે એક મોટો દીકરો પણ છે, જેનું નામ તૈમુર છે.
કરીનાએ પ્રેગન્સીમાં પણ કામ કર્યું હતું…
કરીનાની વાત કરીએ તો અભિનેત્રીએ પ્રેગન્સી દરમિયાન પણ કામ કરતી હતી. એને મુવી લાલ સિંહ ચડ્ડાની શૂટિંગ પૂરી કર્યું છે. ઘણી બધી જાહેરાતમાં અને રેડિયો ચેટ શો પણ શૂટ કર્યા. આમ તેને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ કામ કેમ ના કરી શકે? મને આ વાત સમજાતી નથી. મેં મારી પ્રેગન્સી દરમિયાન કામ કર્યું હતું અને ડિલીવરી પછી પણ કરતી રહીશ.”
વર્કફ્રંટની વાત કરીએ તો, સૈફ પાસે હાલ ‘ભૂત પોલીસ’ અને ‘આદિપુરુષ’ જેવી ફિલ્મો છે. કરીના આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ