સરકારના આ નિર્ણયથી 1 એપ્રિલ પછી તમારી સેલરીમાં થશે બદલાવ, જાણો કેમ

By | March 10, 2021

ભારત દેશમાં 73 વર્ષ પછી New Wage Code Bill સંસદથી તો પાસ થઇ ગયુ છે અને હવે તેને લાગૂ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. જેના કારણે પગાર (Salary)માં મોટો બદલાવ આવશે.

New Wage Code Bill બિલ લાગૂ થશે એટલે પીએફ (PF), ગ્રેચ્યુટી (Gratuity) અને મકાનભાડા (Rent House)ના ભથ્થા તેમજ ટ્રાવેલ (Travel) ભથ્થાના આંકડા પણ બદલાઇ જશે.

101 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર અદભુત સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરશો તો મળશે શુભફળ

બધા ભથ્થા 50 ટકાથી વધારે નહી

નવા શ્રમ કાયદામાં તે પ્રાવધાન છે કે મોંઘવારી, યાત્રા અને ભાડાના મકાનના ભથ્થા સહિત બધા જ ભથ્થા કુલ મળીને 50 ટકાથી વધારે નહી હોય. તમારી CTC 20 હજાર રૂપિયાથી વધારે નહી હોય.

બેઝીક સેલેરી વધી જશે (Increase Basic Salary)

નવા નિયમો અનુસાર તમારી CTCમાં મૂળ વેતનનો હિસ્સો 50 ટકા કે તેનાથી વધારે હોવી જોઇએ. જો તમારી સેલેરી ડિટેલ્સમાં મૂળ વેતન 50 ટકાથી ઓછુ છે તો જલ્દી જ તે બદલાઇ જશે. નવા નિયમ લાગૂ થવાની સાથે સાથે તમારી CTCમાં પણ વધારો થશે.

સેલેરી ઓછી આવશે

નવા કાયદા પ્રમાણે ટેક હોમ સેલેરી ઓછી થઇ શકે છે. કારણકે જ્યારે મૂળ વેતન 50 ટકા સુધી હશે ત્યારે 12+12=24 ટકા હિસ્સો તમારા ખાતામાં જતો રહેશે.

પીએફમાં વધારો થશે (Increase PF)

નિયમ અનુસાર તમારા મૂળ વેતનથી 12 ટકા હિસ્સો પીએફમાં જમા થાય છે. મૂળ વેચત CTCનું 50 ટકા અંશદાન પણ વધી જશે. જો તમારી CTC 20 હજાર રૂપિયા હશે તો 10 હજાર મૂળ વેતન હશે અને 12 ટકા એટલે કે 1200 રૂપિયા પીએફ ખાતામાં જશે.

આઝાદીના 73 વર્ષ બાદ નિયમમાં બદલાવ

આઝાદી બાદ જે શ્રમ કાયદા બનાવવામાં આવ્યા હતા તે બાદ પહેલી વાર સરકાર કોઇ બદલાવ કરવા જઇ રહી છે. સમયની માગને જોતા જ સરકાર તેને યોગ્ય કહી રહી છે. સરકાર દાવો કરી રહી છે કે કંપની અને એમ્પ્લોય(Employee) બંનેનુ ધ્યાન રાખવામાં આવશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ