1 માર્ચ 2021: થશે આ મોટા બદલાવ, જેની સીધી અસર તમારા જીવન પર પડશે

By | March 1, 2021

Indian Bank ATM 2000 rupees notes, No free FASTag from 1st Marc, SBI mandatory KYC, Vijaya bank and Dena bank IFSC code, Bank of Barod IFSC Code

ભારત દેશમાં દર મહિનાની પહેલી તારીખે કોઈ ને કોઈ નવા બદલાવ અમલમાં આવતા હોય છે. જેના અનુસંધાને 1 માર્ચ 2021થી પણ અમુક ખાસ બદલાવ જવા થઈ રહ્યા છે. જેની સીધી અસર આમ જનતા પર પડશે. 1 માર્ચથી દેશમાં બેન્કિંગ સેક્ટરમાં ઘણા મોટા ફેરફાર (new banking rules) થવા જઈ રહ્યા છે. જયારે બીજી બાજુ કોરોનાની રસીકરણ અભિયાન પણ શરૂ થઈ રહ્યું છે. આમ ઈન્ડિયન બેન્કના ATM માંથી 2000 રૂપિયાની નોટ નહીં કાઢી શકે. તો ચાલો જાણી જાણીએ નવા બદલાવ વિશે.

SBIના ગ્રાહકો માટે KYC ફરજીયાત

1 માર્ચ 2021થી SBI બેન્કના ગ્રાહકોએ પોતાનું KYC કરાવવું ફરજીયાત રહેશે. જે ગ્રાહકો કેવાઈસી (KYC) નહીં કરે તેમના ખાતામાં સબસિડી જેવી સરકારી યોજનાઓની રકમ જમા નહીં થાય.

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસીના ભાવ જાહેર, જાણો એક ડોઝની કિંમત

ATM માંથી 2000ની નોટ નહીં નીકળે

માર્ચ મહિનાની 1 તારીખથી ઈન્ડિયન બેંકના ATM માંથી 2000 રૂપિયાની નોટ નહીં નીકળે. જોકે તમે બેંકમાં જઈને 2000ની નોટ મેળવી શકો છો. બેંકે જણાવ્યું છે કે, “એટીએમમાં મોટી નોટ નીકળ્યા બાદ ગ્રાહકો નાની નોટ માટે બેંકમાં આવે છે. આ કારણે અમે બે હજાર રૂપિયાની મોટો નોટોને એટીએમમાં લોડ જ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.”

બદલાઈ જશે IFSC કોડ

ગયા મહિને જ બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને જણાવી દીધું હતું કે 1 માર્ચ, 2021થી વિજય બેન્ક (Vijaya Bank)અને દેના બેન્ક (Dena Bank)ના IFSC કોડ કામ નહીં કરે. એટલે કે આ બને બેંકોના વર્તમાન IFSC કોડ 28 ફેબ્રુઆરી, 2021 સુધી જ કામ કરશે. હવે 1 માર્ચ થી ગ્રાહકોએ નવા IFSC કોડનો ઉપયોગ કરવો પડશે, એટલે હવે જુના IFSC કોડ કામ કરશે નહીં. બેંક ઑફ બરોડાનું કહેવું છે કે ગ્રાહકો નવા MICR કોડ વાળી ચેકબુક 31 માર્ચ, 2021 સુધી મેળવી શકે છે. 1 એપ્રિલ, 2019થી વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડામાં વિલય પ્રભાવી થયું છે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 માર્ચથી નહીં કરી શકો આ કામ, જાણો કારણ

‘વિવાદથી વિશ્વાસ’ સ્કીમ

આવકવેરા વિભાગે પ્રત્યક્ષ કર વિવાદ સમાધાન યોજના ‘વિવાદથી વિશ્વાસ’ની મર્યાદા વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. આ ઉપરાંત કોઈ પણ વધારાના ચાર્જ વગર ચૂકવણી માટેની મર્યાદા 30 એપ્રિલ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત પહેલા સમય મર્યાદા 28 ફેબ્રુઆરી હતી, જ્યારે વિવાદિત કર રકમની ચૂકવણીની સમયમર્યાદા 31 માર્ચ હતી.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ