યુટ્યુબ પર આ સુપરહિટ સોંગને 1 બિલિયન વ્યૂઝ મળતા નોરા ફતેહીએ રચ્યો ઈતિહાસ

By | March 6, 2021

Nora Fatehi Dilbar Song Got 1 Billion Views on YouTube

2018થી નોરા ફતેહી (Nora Fatehi) સફળતાના શિખર પર પહોંચી ગઈ છે. એક ગીત કેવી રીતે માણસના ભાગ્યને ફેરવી શકે છે તે નોરા ફતેહીને (Nora Fatehi) જોઈને જાણી શકાય છે.

તાજેતરમાં જ તેનું સુપરહિટ ગીત દિલબર સોંગ (Nora Fatehi Dilbar Song)ને યુટ્યુબ (YouTube) પર 1 બિલિયન વ્યૂઝ (1 Billion View) મળ્યા છે અને આની સાથે નોરાએ એક મોટી સફળતા હાંસલ કરી છે.

બોલિવૂડના આ એકટર્સ ના ઘરે પડ્યા ઇન્કમટેક્સના દરોડા, મળ્યા આટલા કરોડના ગોટાળા

નોરા ફતેહી (Nora Fatehi) આફ્રીકન આરબ મૂળની પ્રથમ મહિલા કલાકાર છે, જેના ગીતે યુટ્યુબ પર 1 બિલિયન વ્યૂઝ (Nora Fatehi Dilbar Song) મેળવ્યા છે. અને નોરા આ સિદ્ધિ હાંસલ કરીને સાતમા આશમાન સુધી પહોંચી ગઈ છે.

Nora Fatehi Cake Cut on T-Series Office

જ્યારે સફળતા ખૂબ મોટી હોય છે, ત્યારે ઉજવણી પણ મોટી હોવી જોઈએ. આજે ટી સીરીઝ (T-Series) કંપનીની ઓફિસમાં નોરા ફતેહી માટે આશ્ચર્યજનક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે નોરા ફતેહી આવી ત્યારે એક મોટી કેક પહેલેથી જ તૈયાર હતી. નોરા ફતેહીએ દરેક સાથે સુંદર અને સ્વાદિષ્ટ કેક કાપીને આ સફળતાની ઉજવણી કરી.

Nora Fatehi Dance with kids on Dilbar Song

માત્ર કેક જ નહીં, પરંતુ આ પ્રસંગને યાદગાર બનાવવા માટે નોરા ફતેહી માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. નોરાએ અહીં બાળકો સાથે દિલબર સોંગ (Dilbar Song) પર ડાન્સ કર્યો અને તેણે તે ક્ષણની યાદ અપાવી દીધી.

નોરા ફતેહી અહીં દર વખતેની જેમ ખૂબ જ સુંદર દેખાતી હતી. નોરા ફતેહી આ સમય દરમિયાન ખૂબ ખુશ હતી અને તેનું ખુશ થવું પણ સ્વાભાવિક છે. કારણ કે તેણે આ મુકામ સુધી પહોંચવા માટે રાત-દિવસ, મહિના અને વર્ષ મહેનત કરી છે. અને આજે તેને આ પરિશ્રમનું ફળ મળી રહ્યું છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ