આ બૉલીવુડ અભિનેત્રીએ તેના અંગત જીવનને લઈને કર્યો મોટો ખુલાસો, આ ઉંમરમાં કરી હતી….

By | March 1, 2021

Parineeti Chopra Play 'Do You Remember' Challenge

આજકાલ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘ધ ગર્લ ઓન ટ્રેન’ ની બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેના અંગત જીવનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેની આ ફિલ્મ થોડા સમય પહેલાં જ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. પરિણીતી ચોપરાની આ ફિલ્મને લઈને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફ્લિમનું હાલમાં જોરશોરથી પ્રમોશન પણ કરી રહ્યા છે.

આ ફિલ્મના પ્રમોશન દરમિયાન પરિણીતી ચોપરાએ તેના અંગત જીવનને લઈને ઘણા ખુલાસા કર્યા છે. જેની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ આ બૉલીવુડ અભિનેત્રીએ તેના સોશ્યિલ મીડિયા પેજ પણ એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે Do You Remember ચેલેન્જ કરતી જોવા મળી રહી છે. આ ચેલેંજમાં પરિણીતી ચોપરાએ તેની લાઈફના હેરાન કરે તેવા ખુલાસા કર્યા હતા.

1 માર્ચ 2021: થશે આ મોટા બદલાવ, જેની સીધી અસર તમારા જીવન પર પડશે

નેટફ્લિકસે શેર કર્યો વીડિયો

આમ આ વીડિયોમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે સૌ પ્રથમ વાર કંઈ ઉંમરમાં કિસ કરી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે કયો એક્ટરક્રશ રહ્યો છે. આ બોલોવુડ અભિનેત્રીએ આ વીડિયોને નેટફ્લિકસે તેના ઓફિશિયલ પેજ પણ શેર કર્યો છે. આમ આ વીડિયોમાં પરિણીતી ચોપરાએ તેના પ્રથમ કિસ વિશે જણાવે છે કે, તેણે 18 વર્ષની ઉંમરે કરી હતી.

26 ફેબ્રુઆરીએ તેની ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. જોકે આ ફિલ્મ ગયા વર્ષે મેં મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે રિલીઝ થઈ શકી ન હતી. ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મની હિન્દી રીમેક છે. જેમાં એમિલી બ્લન્ટ મુખ્ય ભૂમિકામાં હતી.

આ કારણોથી શાહિદ કપૂર કરીનાને ક્યારેય નહીં ભુલી શકે

‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ નું નિર્દેશન રિભુ સેનગુપ્તાએ કર્યું છે. રિભુએ બાર્ડ ઓફ બ્લડ ફોર નેટફ્લિક્સ નામની સિરીઝનું નિર્દેશન કર્યું છે, જેમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં હતો. આ સિરીઝ શાહરૂખ ખાને પ્રોડ્યુસ કરી હતી. પરિણીતી ચોપડાએ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’થી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. પરિણીતી છેલ્લે 2019 માં બે વાર સ્ક્રીન પર જોવા મળી હતી. કેસરી અને જબરીયા જોડી આ બે ફિલ્મમાં તેની ખાસ ભૂમિકા હતી.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ