ફાયદાની વાત: 31 માર્ચ સુધી ઘર ખરીદવા પર 2.67 લાખની સબસિડી મળશે, ફટાફટ કરો અરજી

PM Awas Scheme: Get discount under this scheme till 31 march 2021

કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ દેશના લાખો લોકોને સસ્તામાં ઘર ખરીદવાની તક આપી રહી છે. સરકારની આ સ્કીમમાં રોકાણકારોને 2.67 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિંક્ડ સબ્સિડી ઓફર કરવામાં આવી છે. આ યોજનાનો ફાયદો તમે 31 માર્ચ 2021 સુધી લઈ શકો છો એટલે કે આપની પાસે હવે થોડાક જ દિવસ બચ્યા છે. શરતો મુજબ પહેલીવાર ઘર ખરીદીનાર ને જ આ સબસિડીનો ફાયદો મળશે.

2.50 લાખ સુધીનો મળે છે ફાયદો

આ યોજના અંતર્ગત પહેલી વાર ઘર ખરીદનારા લોકોને CLSS કે ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. એટલે કે ઘર ખરીદવા માટે હોમ લોન પર વ્યાજ સબસિડી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી હતી. તેમાં 2.50 લાખથી વધુ વધારે મધ્યમ વર્ગીય પરિવારોને લાભ મળશે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે, જેને 25 જૂન, 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.

કોને કેટલી મળે છે સબસિડી?

3 લાખ સુધી વાર્ષિક આવકવાળા લોકો EWS સેક્શન 6.5 ટકા સબસિડી મળશે.

3 લાખથી 6 લાખ વાર્ષિક આવકવાળાને LIG 6.5 ટકા સબસિડી મળશે

6 લાખથી 12 લાખ વાર્ષિક આવકવાળાને MIG1 4 ટકાની ક્રેડિટ લિંક સબસિડી મળશે

12 લાખથી 18 લાખ વાર્ષિક આવકવાળાને MIG2 સેક્શનમાં સબસિડીનો લાભ મળે છે. 3 ટકાની ક્રેડિટ લિંક સબસિડી મળશે.

ગૂગલ પર ભૂલથી પણ આ વસ્તુઓ સર્ચ ના કરતા, નહીં તો મુકાશો મુશ્કેલીમાં

કયા લોકોને ફાયદો મળશે?

આ સ્કીમનો ફાયદો એ લોકોને જ મળશે, જેમની પાસે પાકું મકાન નથી. આ ઉપરાંત કોઈ સરકારી આવાસ યોજનાનો ફાયદો ન લેતા હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવા માટે આધારકાર્ડ (Aadhaar Card) જરૂરી હોય છે. સરકાર PMAY હેઠળ લોકોની ઓળખ કરવા માટે Census 2021 વસ્તી ગણતરીના આંકડા લે છે.

કેવી રીતે કરશો અરજી – ( How to Apply )

આ યોજનાનો લાભ ઉઠાવવા માટે સૌથી પહેલા PMAYની વૅબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગ ઇન કરો.

જો તમે LIG, MIG, EWS કેટેગરીમાં આવો છો તો અન્ય 3 કંપોનેંટ પર ક્લિક કરો.

અહી પહેલા કૉલમમાં આધાર નંબર નાંખો, બીજી કૉલમમાં આધારમાં લખેલુ તમારુ નામ લખો.

આ બાદ જે પેજ ખુલે તેના પર તમારી પર્સનલ ડિટેઇલ્સ નાંખો જેમકે નામ, એડ્રેસ, પરિવારના સદસ્યોની જાણકારી.

આ સિવાય નીચે બનેલા એક બોક્સ પર જ્યાં લખ્યું હશે કે આ દરેક જાણકારીને પ્રમાણિત કરો છો તેને ક્લિક કરો.

દરેક જાણકારી ભરીને સબમિટ કરવા પર તમારે કેપ્ચા કોડ નાંખવો પડશે, જે બાદ તમારે ફોર્મ સબમિટ કરવાનુ રહેશે.

એપ્લિકેશન ફોર્મની ફીઝ 100 રૂપિયા છે જ્યારે રજીસ્ટ્રેશન કરાવવા માટે 5000 રૂપિયા બેઁકમાં જમા કરાવવા પડશે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનો લક્ષ્ય છે કે વર્ષ 2022 સુધી દરેક વ્યક્તિને ઘર મળી જાય. આ યોજના હેઠળ પ્રોપર્ટીવાળા સાથે વગર પ્રોપર્ટીવાળા પણ ફાયદો લઇ શકશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

close