પોસ્ટ ઓફિસ (Post Office) ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પોસ્ટ ઓફિસમાં ખાતું છે તો તમને ઝાટકો લાગી શકે છે. 1 એપ્રિલ, 2021થી પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે કેટલાક નવા નિયમ (post office new rules) લાગુ થઈ રહ્યા છે. 1 માર્ચના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે(IPPB) નોટિસ બહાર પાડી હતી જે અનુસાર હવે એક મર્યાદાથી વધારે રોકડ ઉપાડ અથવા જમામ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે.
બચત ખાતા પર કેટલો ચાર્જ લાગશે?
એક લિમિટથી વધારે વખત રોકડ જમા કરવા કે ઉપાડવા પર એક નક્કી ચાર્જ લાગશે. જ્યારે બચત ખાતા માટે જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં હોય પરંતુ એક મહિનામાં માત્ર 4 વખત જ રોકડ ઉપાડી શકાશે. તેનાથી વધારે વખત ઉપાડવા પર 25 રૂપિયા અથવા ઉપાડના 0.5 ચાર્જ લાગશે.
ચાલુ ખાતા પર કેટલો ચાર્જ લાગશે?
ચાલુ ખાતાની વાત કરીએ તો 25 હજાર રૂપિયા સુધીના ઉપાડ પર કોઈ ચાર્જ નહીં લાગે. પરંતુ તેનાથી વધારે રકમ ઉપાડવા પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે. જમા રકમની વાત કરીએ તો એક મહિનામાં 10 હજાર રૂપિયા જમા ફ્રીમાં થશે પરંતુ બાદમાં 25 હજાર રૂપિયાનો ચાર્જ લાગશે.
આધાર આધારિત AEPS ટ્રાન્ઝેક્શન(Transaction) પર કોઈપણ પ્રકારનો કોઈ નિયમ લાગુ કરવામાં નહીં આવે. આ પૂરી રીતે ફ્રી હશે. જ્યારે નોન આઈપીપીબી(IPPB) નેટવર્ક પર મહિનામાં ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી થશે. રોકડ જમા કરવા અને ઉપાડ તેમાં સામેલ છે. ત્રણ ટ્રાન્ઝેક્શન બાદ તેના પર પણ ચાર્જ લાગશે જેની કિંમત 20 રૂપિયા હશે.
તમને જણાવીએ કે, આ ચાર્જમાં GST સામેલ નથી. GST અલગથી લાગશે, ઇન્ડિયા પોસ્ટ તરફથી ગ્રાહકોને મેસેજ કરીને આ જાણકારી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રાહક જો મિની સ્ટેટમેન્ટ કાઢવા માંગે છે તો તેના માટે પણ આપને 5 રૂપિયા ચાર્જ આપવો પડશે.
પોસ્ટ ઓફિસમાં બચત ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા હોવા જોઈએ અને તેનાથી ઓછી રકમ થતાં 100 રૂપિયા ચાર્જ કાપવામાં આવશે. એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો તેને ટર્મિનેટ કરવામાં આવશે.
ST નિગમનો મોટો નિર્ણય, મુસાફરી કરતાં પેહલા આ સમાચાર વાંચી લેજો
લગ્નના બંધનમાં બંધાયો જસપ્રીત બુમરાહ, આ એંકર સાથે લીધા સાત ફેરા, જુઓ તસ્વીરો
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ