ભારતના આ રાજ્યમાં એફિલ ટાવરથી પણ ઉંચો રેલવે આર્ક બ્રિજ તૈયાર થઈ રહ્યો છે

Railway Arch Bridge in India, know interesting facts

આશરે ત્રણ વર્ષ પહેલા આ પુલનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. આ પુલ ચિનાબ નદી(Chenab River) પર બની રહ્યો છે. રેલ મંત્રાલય અને રેલમંત્રી પિયૂષ ગોયલે આ બ્રિજની માહિતી આપતો વિડીયો શેર કર્યો છે.

ભારતના જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઉંચો રેલવે આર્ક બ્રિજ (Railway Arch Bridge) બની રહ્યો છે. આ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. આશરે 3 વર્ષ પહેલા આ પુલનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. આ પુલ ચિનાબ નદી(Chenab River) પર બની રહ્યો છે. રેલ મંત્રાલય (Ministry of Railways) અને રેલ મંત્રી પિયૂષ ગોયલે આ બ્રિજના કેટલાક ફેક્ટ્સની જાણકારી આપનાર એક વિડીયો શેર કર્યો છે. આઈકોનિક ‘ચિનાબ બ્રિજ’ (Iconic Chenab Bridge)આ ખંડમાં તૈયાર થનાર મુખ્ય સંરચનામાંથી એક હશે. ચિનાબ નદી પર બની રહેલો આ પુલ નદી તળથી 359 મીટર ઉંચાઈ પર છે. આ કાશ્મીર ઘાટીને બાકીના ભારત સાથે જોડશે.

એફિલ ટાવર પણ છે નાનો

આ પુલની લંબાઈ 1,315 મીટર છે. જેમાં 467 મીટરનો મેન આર્ક સ્પેન છે. આ અત્યાર સુધીમાં બનેલી કોઈપણ બ્રોડગેજ લાઈનની સૌથી લાંબી આર્ક સ્પેન છે. આ પુલ પેરિસના એફિલ ટાવર (Paris’s Eiffel Tower 324 મીટર)થી 35 મીટર ઉંચો અને કુતુબ મીનાર(Qutab Minar)ની સરખામણીએ આશરે 5 ગણો વધારે ઉંચો હશે.

મોટો ભૂકંપ સહન કરવામાં સક્ષમ

આ પુલને રિક્ટર સ્કેલ(Richter scale) પર 7 અને વધારે તીવ્રતાના ભૂકંપ(Earthquake)ને સહન કરવા માટે તૈયાર કરવામાં આવે છે. પુલ 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવામાં પણ ઉભો રહેશે.

Railway Arch Bridge

ભારતમાં પહેલા કોઈ પણ પુલનું (Railway Arch Bridge) નિર્માણ થયું નહોતું આ કારણે વિશાળ સંરચનાના નિર્માણ માટે કોઈ સંદર્ભ કોડ અથવા તો ડિઝાઈન ઉપલબ્ધ નહોતી. આથી આ વિશાળ નિર્માણ માટે વાસ્તુશિલ્પ દુનિયાભરમાં આ રીતની પરિયોજનાઓથી પ્રાપ્ત અનુભવો તેમજ અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની એજન્સીઓના એક્સપર્ટ્સની સલાહ પર તૈયાર કરવામાં આવ્યો છે.

120 વર્ષ સુધી રહેશે અડીખમ

કન્સ્ટ્રક્શન એક્ટિવિટી જ્યારે ચરમસીમા પર હતી તે સમયે પુલની સાઈટ પર આશરે 3200 કારીગરો કામ કરી રહ્યા હતાં. પુલ 120 વર્ષ સુધી અડીખમ રહી શકે છે. તૈયાર થયા પછી આ પુલ ભારતીય રેલવેના એન્જિનિયર્સની એક મોટી ઉપલબ્ધિ અને તેની એન્જિનિયરિંગનો એક બેજોડ અને ઉત્કૃષ્ટ નમૂનો હશે.

ભારતીય રેલવે નેટવર્કની 272 કિલોમીટર ‘ઉધમપુર-કટરા-કાઝીગુંડ-બારામુલા’ (USBRL) રાષ્ટ્રીય રેલ પરિયોજના લાઈનના માધ્યમથી કાશ્મીર ઘાટીને બાકીના ભારત સાથે જોડવામાં આવશે.

આ પણ વાંચો

એન્ડ્રોઈડ ફોન યુઝર્સ સાવધાન…!! આ 8 એપ્સ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી

TRAIનો આદેશ..! તો શું 3 દિવસ પછી SMS આવતા બંધ થઈ જશે અને કોઈ OTP નહીં આવે?


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ