ખુશીની વાત – વિશ્વના આ દિગ્ગજ ખેલાડીઓ ફરીથી ક્રિકેટ રમતા જોવા મળી શકે છે

By | March 1, 2021

Road Safety World Series 2021: Sachin Tendulkar play for India legends

ક્રિકેટ જગતને લઈને સારા સમાચાર આવ્યા છે. વિશ્વના દિગ્ગજ ક્રિકેટરો ફરીથી નવી ઈનિંગ્સની શરૂઆત કરતા નજરે ચડશે. સચિન તેંડુલકર (Sachin Tendulkar), વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag), બ્રાયન લારા (Brian Lara), કેવિન પિટરસન (Kevin Pietersen), મહંમદ કૈફ (Mohammad Kaif) સહિત અનેક ક્રિકેટ માંથી સંન્યાસ લઇ ચુકેલા ક્રિકેટર એક વાર ફરીથી ક્રિકેટ રમતા નજરે આવી શકે છે. આ તમામ ખેલાડીઓ ફરી એક વાર ક્રિકેટના મેદાનમાં રમતા નજરે આવવાનો મોકો રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) 2021ને લઇને મળનારો છે.

જે ટુર્નામેન્ટ આગામી 5 માર્ચથી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રમાનારી છે. આ ટુર્નામેન્ટમાં છ દેશોની ટીમો ભાગ લઇ રહી છે. ભારતના ચાહકો માટે ખુશીની વાત તો એ છે કે, સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ ફરી એકવાર ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળશે.

છત્તીસગઢના રાયપુરમાં શરુ થઇ રહેલી ટુર્નામેન્ટમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેંડની ટીમો ભાગ લઇ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે દેશમાં મુસાફરી પ્રતિબંધોને કારણે સ્પર્ધામાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. 5 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 21 માર્ચે યોજાનારી છે. તમામ મેચ સાંજે 7 વાગ્યાથી રમવાની શરૂ થનારી છે. ભારત પ્રથમ મેચ 5 માર્ચે બાંગ્લાદેશ સામે રમશે.

ભારતીય ટીમની વાત કરવામાં આવે તો, સચિન, વિરેન્દ્ર સહેવાગ, યુવરાજસિંહ, ઇરફાન પઠાણ, મહંમદ કેફ, હાલમાં નિવૃત્ત થયેલ યુસુફ પઠાણ અને વિનયકુમાર પણ ટીમનો હિસ્સો હશે. તો શ્રીલંકાની ટીમમાં સનથ જયસૂર્યા, તિલકરત્ને દિલશાન. વેસ્ટઇન્ડીઝની ટીમમાં બ્રાયન લારા, ઇંગ્લેંડની ટીમમાં પીટરસન જેવા દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ એક વર્ષ પહેલા રમાવાની હતી. પરંતુ કોરોના મહામારીને લઇને કેટલીક મેચ રમાયા બાદ ટુર્નામેન્ટને રોકી દેવામાં આવી હતી.

Road Safety World Series 2021ની તમામ લાઈવ મેચ ક્યાં જોઈ શકાશે?

રોડ સેફ્ટી વર્લ્ડ ટી 20 સિરીઝની તમામ મેચ COLORS Cineplex, COLORS કન્નડ સિનેમા, FTA ચેનલ રિશ્તે સિનેપ્લેક્સ પર 4 માર્ચ, 2021 થી સાંજે 7 વાગ્યાથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ