લાંબી લાઈનોમાં ઉભા રહી ટોલટેક્ષ ભરવામાંથી મળશે મુક્તિ, આ રીતે થશે ટેક્ષની ચૂકવણી

By | March 18, 2021

Road Toll Plaza: GPS based toll tax collection replaced

દેશભરમાં ફાસ્ટેગ ફરજિયાત કરાયા બાદ હવે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા (Road Toll Plaza) નાબૂદ કરવામાં આવશે. ગુરુવારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું કે સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝાને નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. કારણ કે હવે ટોલ પ્લાઝાના તમામ કામ ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે.

કેવી રીતે થશે GPSથી ટેક્સની વસૂલાત?

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે તેમનું મંત્રાલય એવી ટેકનિક પર કામ કરી રહ્યું છે, હાલમાં એક ટોલથી બીજા ટોલની વચ્ચે જેટલી રકમ થાય છે, એટલા રૂપિયા આપવા પડે છે. પરંતુ નવી સિસ્ટમ આવ્યા બાદ તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પસાર થશો, ત્યાંથી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ(GPS)ની મદદથી કેમેરો તમારો ફોટો લેશે અને જ્યાં તમે ધોરીમાર્ગ પરથી ઉતરશો ત્યાં કેમેરા તમારો ફોટો લેશે. આ વચ્ચે જે અંતર થશે તેટલો ટોલ ભરવો પડશે.

મહત્વનો નિર્ણય: ગુજરાતમાં આ તારીખ સુધી ફરી શાળા-કોલેજ બંધ

ટેક્નોલોજીની મદદથી લોકોને એટલો જ ટોલ ચૂકવવો પડશે, જેટલું અંતર તે રોડ પર ચાલે છે.હાઈવે પર ચઢવા અને ઊતરવાનું રેકોર્ડિંગ GPS દ્વારા નોંધવામાં આવશે. તેમજ ગાડીઓમાં GPS સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવશે. જેની મદદથી ટોલ ચાર્જ ચૂકવી શકાય છે અને તે પછી શહેરની અંદર આવા ટોલની જરૂર રહેશે નહીં.

આ રૂપિયા તમારા અકાઉન્ટમાંથી સીધા કપાઈ જશે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ(GPS)ની આ સિસ્ટમ સરકાર તરફથી ફાઇનલ છે અને ટોલ લિંક્ડ બેન્ક અકાઉન્ટ(Toll Linked Bank Account)થી જાતે જ કપાઈ જશે.

જૂનાં વાહનોમાં મફત લગાવવામાં આવશે GPS

પ્રશ્નકાળ દરમિયાન અમરોહાથી સાંસદ દનિશ કુવર અલીના એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે નવાં વાહનોમાં GPS કંપની તરફથી લગાવીને આપવામાં આવે છે. જૂનાં વાહનોમાં GPSની સમસ્યા છે. ટોલ ટેક્સ કલેક્શનની નવી સિસ્ટમ માટે સરકાર તરફથી જૂનાં વાહનોમાં મફત GPS લગાવવામાં આવશે.

FasTagની થઈ ગઈ છે શરૂઆત

કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શનને સરળ અને સુરક્ષિત બનાવવાની સાથે-સાથે ટોલ બુથ પર થતી લાંબી લાઈનોમાંથી છૂટકારો મેળવવા માટે ફાસ્ટેગને ફરજિયાત કરી દીધું છે. હાલ જે ગાડી પર ફાસ્ટેગ નથી તેને ટોલ ફી કરતા બેગણા વધારે રૂપિયા આપવા પડે છે. આ વર્ષે તેને લાગુ કરી દેવાયો છે. સરકારનું માનવું છે કે, લાંબી લાઈનોથી લોકોને મુક્તિ મળી છે, તેમજ પ્રદૂષણનું સ્તર પણ ઓછું થશે.

ખાસ રહસ્ય: શરીરના અલગ- અલગ અંગો પર રહેલા તલથી જાણો માણસનો સ્વભાવ

તે સાથે જ ટોલ પર થતી ચોરીઓ પણ ઓછી થઈ છે.હાલ દેશમાં લગભગ 93 ટકા ટોલ ટેક્સ કલેક્શન ફાસ્ટેગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેશ દ્વારા ટોલ ટેક્સ આપનારા શેષ 7 ટકા વાહનોને ફાસ્ટેગથી જોડવા માટે કાર્યવાહી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ