હેકર્સથી બચવા તમારા દરેક એકાઉન્ટને આ રીતે સેફ રાખો, જાણો બેસ્ટ ટિપ્સ

By | March 13, 2021

Security Tips: How to secure your Bank Account Password

આજકાલ ઈન્ટરનેટ (Internet)ના વધતા ઉપ્યોગથી લોકોની લાઈફસ્ટાઈલ સરળ બની ગઈ છે. જેથી લોકો ડેઈલી રૂટિન અને પ્રચલન માટે ઈન્ટરનેટનો ઉપયોગ વધવા લાગ્યો છે. ત્યાં બીજી બાજુ તમારી વર્ચ્યુઅલ દુનિયા માટે એક ગંભીર ખતરો પણ પેદા કરે છે. તમને દરેક ઓનલાઈન બિલનું પેમેન્ટ, ગ્રોસરીની ખરીદી અથવા સોશ્યિલ મીડિયા એકાઉન્ટ્સ માટે દરેક જગ્યાએ અને તમામ એકાઉન્ટને પ્રોટેક્ટેડ પાસવર્ડ (Protected Password)ની જરૂર પડે છે. વિચારો જો તમારું એકાઉન્ટ કોઈ ખોટા હાથમાં જતું રહે તો તમારું બેન્ક એકાઉન્ટ એક જ સેકેન્ડમાં ખાલી કરી શકે છે અથવા તમારી પ્રાઈવેસી ચોરી કરી શકે છે. અમે તમને જણાવી દઈએ કે કેવી રીતે તમે ઓનલાઇન પ્રોફાઈલ સુરક્ષિત કરી શકો છો. તો આજે અમે જણાવીએ કે કેવી રીતે પાસવર્ડ સિક્યોર (Account Security Tips) કરી શકો છો.

7 રૂપિયામાં 100 કિલોમીટર ચાલશે આ જબરદસ્ત બાઈક, લાઈસન્સની પણ જરૂર નહીં પડે

કેવી રીતે સેટ કરશો પાસવર્ડ – (How to Set Password)

આપડે પાસવર્ડને સેટ કરવામાં હંમેશા ગુચવાયેલા(Confuse) હોઈએ છીએ. આ ઉપરાંત આજકાલ ઘણા પાસવર્ડ મેનેજર(Password Manager) પણ છે. તમને કોઈ ઓનલાઇન સર્વિસેઝમેં યુઝ કરતી સમયે જોયું હશે કે તમને પાસવર્ડ સજેસ્ટ કરવામાં આવે છે અને એની સાથે જ એમને સેવ કરવા માટે પણ ઓપ્શન સેમ બ્રાઉઝર આપે છે અને લોગ ઈનના સમયે ઓટોમેટિક તમારો પાસવર્ડ પણ ઓટોફિલ થઇ જાય છે. અહીંથી જ પાસવર્ડ મેનેજરનો કોન્સેપટ આવે છે. તો અમે તમને સારા પાસવર્ડ મેનેજર અને પાસવર્ડ ટ્રિક્સ(Password Tricks) વિશે જણાવીશુ.

સારા પાસવર્ડ મેનેજર અને પાસવર્ડ ટ્રિક્સ

Data Protection, Data Security, Data Privacy, Secure Password

માર્કેટમાં ઉપલબ્ધ ઘણાબધા પાસવર્ડ મેનેજર જેવા કે LastPass, 1Password અને Dashlane વગેરે છે. આ પાસવર્ડ મેનેજર ફ્રી અને પ્રીમિયમ વર્ઝન સાથે ઉપલબ્ધ છે. એ તમારે ઓનલાઇન પ્રોફાઈલ(Online Profile), ટ્રાન્ઝેક્શન(Transaction) અને પ્રાઇવેસી(Privacy)ને હેકર્સથી સુરક્ષિત રાખે છે. તમે ઈચ્છો તો સિંગલ અથવા ફેમિલી યુઝ માટે પ્રીમિયમ વર્ઝન લઇ શકો છો. પોતાની પસંદનો પાસવર્ડ મેનેજર લીધા પછી તમે પોતાના વેબ બ્રાઉઝરમાં પાસવર્ડને એડ કરી શકો છો. તમે તમારા પાસવર્ડથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ(Import-Export) પણ કરી શકો છો.

પ્રોટેક્ટ પાસવર્ડ માટેની કેટલીક રીત – (How to protect your password)

હંમેશા તમે જયારે પણ પાસવર્ડ બનાવો છો તો એમાં ટુ સ્ટેપ વેરિફિકેશન (2FA)નો યુઝ કરવો જરૂરી છે. ટુ સ્ટેપ વેરિફિકેશનમાં તમારો પાસવર્ડ નાખ્યા પછી બીજા કોઈ ડિવાઈઝ પર લિંક અથવા કોડ દ્વારા વેલીડેટ કરવાનું હોય છે.

નાના પાસવર્ડને ક્રેક કરવું અથવા ચોરી કરવું ખુબ સરળ હોય છે. હંમેશા લાંબા પાસવર્ડ અથવા પાસફ્રેઝનો યુઝ કરો જેવા કે ‘Raccoon Doorknob Spacecraft’ જેને ચોરી કરવું ખુબ મુશ્કેલ છે.

તમને જણાવી દઈએ કે એક ને એક પાસવર્ડ ફરી અથવા કોઈ બીજી જગ્યાએ યુઝ ન કરો. દર વખતે નવો પાસવર્ડ બનાવો.

તમારા પાસવર્ડ મેનેજર તમારા માસ્ટર પાસવર્ડ જાણતો નથી. આવા કેસમાં જો તમે ટુ સ્ટેપ વેરિફિકેશન સાથે પોતાનો પાસવર્ડ ભૂલી જાઓ તો શું થાય. માટે પોતાના પાસવર્ડ મેનેજરના માસ્ટર પાસવર્ડનું બેકઅપ જરૂર રાખો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ