નો EMI કે નો ડાઉનપેમેન્ટ: આ કંપનીએ લોન્ચ કરી નવી સ્કીમ, 3 વર્ષ માટે ભાડા પર મળશે કાર

TATA Motors offers car rent on monthly subscription

દેશની કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે(TATA Moters) ઇલેક્ટ્રિક કારોની લોકપ્રિયતા વધારવા માટે એક નવી સ્કીમ લોન્ચ કરી છે. ટાટા આ સ્કીમ હેઠળ તમે એક પણ રૂપિયો આપ્યા વગર નેકસોન (Nexon) ઇલેક્ટ્રીકના માલિક બની શકો છો. તમે ટાટા કંપનીની સબસ્ક્રિપ્શન સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કંપની ભાડા પર ગ્રાહકોને નવી નેકસોન આપી રહી છે.

કંપની શરૂઆતી ભાડું 29,500 રૂપિયા પ્રતિ માસ પર ટાટા નેકસોન(TATA NEXON) ઇલેક્ટ્રિક ઉપલબ્ધ કરાવી રહી છે. કંપનીનું કહેવું છે કે આ એ ગ્રાહકો માટે ફાયદાકારણ સ્કીમ છે, જે થોડા સમય માટે એક શહેરમાં રહેશે અને એને કારની જરૂરત પડશે, પરંતુ તે ઓછા સમય માટે ગાડી ખરીદવા માંગતો નથી.

કંપની 12 મહિના, 24 મહિના અને 36 મહિના માટે સબસ્ક્રિપ્શનની સુવિધા આપી રહી છે. તમે દર મહિને જેટલા કિલોમીટરનો સફર કરો છો એના હિસાબે ટાટા Nexon EV ના સબસ્ક્રિપ્શન પ્લાન પસંદ કરે છે. કંપનીના પેકેજમાં 1500કિમી/2000કિમી/2500કિમી પ્રતિ માસિકનો વિકલ્પ છે.

આટલું ચૂકવવું પડશે ભાડું

જો ગ્રાહકો બેંગ્લોર(Banglore) અને હૈદરાબાદ(Hydrabad)માં ટાટા નેકસોન ઇલેક્ટ્રિક કારને 36 મહિના માટે ભાડે લેવા માંગતા હોય, તો તેઓએ દર મહિને 34,700 રૂપિયા ચુકવવા પડશે. મુંબઈ અને પુણેમાં ગ્રાહકે 36 મહિના માટે દર મહિને 31,400 રૂપિયા ચૂકવવા પડશે.

Tata Nexon Electric Car on rent

કંપનીનું કહેવું છે કે આ સબ્સ્ક્રિપ્શન સ્કીમ હેઠળ ઇલેક્ટ્રિક કારોની પહોંચ વધશે. દર મહિને ભાડા ઉપરાંત ગ્રાહકે અન્ય કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહીં. તેઓ કાર ચાર્જ કરે છે અને ડ્રાઇવ કરે છે. સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થયા પછી, ગ્રાહકો પોતાનો પ્લાન વધારી શકે છે અથવા કારને કંપનીમાં પરત આપી શકે છે.

ટાટાની આ કાર સંપૂર્ણ ચાર્જ થવા પર 312 કિ.મી. દોડી શકે છે. તેમાં 30.2 kWhની લિથિયમ આયન બેટરી છે. તેની બેટરી 8 કલાકમાં પૂર્ણ ચાર્જ થઈ જાય છે. જ્યારે 80 ટકા બેટરી ઝડપી ચાર્જર દ્વારા 60 મિનિટમાં ચાર્જ કરવામાં આવે છે. સ્પીડની વાત કરીએ તો આ ઇવી માત્ર 9.9 સેકન્ડમાં 0-100 કિ.મી.ની સ્પીડ પકડી શકે છે.

ફાયદાની વાત: 31 માર્ચ સુધી ઘર ખરીદવા પર 2.67 લાખની સબસિડી મળશે, ફટાફટ કરો અરજી


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ