જો આ બેંકમાં તમારું ખાતું હોય તો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીંતો મુકાશો મુશ્કેલીમાં

By | March 19, 2021

These 8 Banks rules changed from 1st April 2021

1 એપ્રિલ 2021થી બેંકોમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. જૂની ચેકબેક, પાસબુક અને ઈન્ડિયન ફાઈનાન્શિયલ સર્વિસ કોડ (IFSC) કામ નહીં કરે. અત્યાર સુધી ગ્રાહકો જૂની બેન્કના IFSC કોડનો ઉપયોગ કરતા હતા. 1 એપ્રિલથી આ બેન્કોના ગ્રાહકોએ નવા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ કોડ જે બેન્કોમાં નાની બેન્કનો વિલય થયો છે તે બેન્ક પાસેથી મળશે. જો ગ્રાહક 1 એપ્રિલથી નવા IFSC કોડ નહીં લે તો તેમને પૈસા ટ્રાન્સફર કરવામાં અને ડિપોઝિટ કરવામાં મુશ્કેલી પડશે. જો કે ગ્રાહકો બેન્કમાં જઈને પૈસા જમા કે ટ્રાન્સફર કરી શકે છે.

આ બેન્કોમાં બદલાશે નિયમ

દેના બેન્ક (dena bank), વિજયા બેન્ક (vijaya bank), ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ(oriental bank of commerce), યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા(united bank of india), સિન્ડિકેટ બેન્ક(syndicate bank), આંધ્રા બેન્ક(andhra bank), કોર્પોરેશન બેન્ક(corporation bank) અને અલાહાબાદ બેન્ક(allahabad bank)નો હાલમાં જ અન્ય બેન્કોમાં વિલય કરી દેવાયો છે. જેથી તેમના નિયમોમાં બદલાવ આવશે.

જે બેન્કમાં તમારી જૂની બેન્કનો વિલય થયો છે તમારે તે બેન્ક પાસેથી નવો IFSC કોડ લેવો પડશે. તમારી નવી બેન્કની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પણ તમારો નવો IFSC કોડ મેળવી શકો છો.

ભારતના Andaman Islands માં મળી ખતરનાક બીમારી, લઈ શકે છે મોટું સ્વરૂપ

આ બેન્કોની જૂની ચેકબુક પણ 1 એપ્રિલથી કામની નહીં ચાલે. 1 એપ્રિલથી આ બેન્કોના જૂના ચેકથી કોઈપણ પ્રકારની ચૂકવણી થઈ શકશે નહીં. આથી 31 માર્ચ સુધીમાં ચેકબુક પણ બદલાવી લેજો. આ બેન્કો પોતાના ગ્રાહકોને સતત મેસેજ અને મેઈલ દ્વારા નવી ચેકબુક, પાસબુક, IFSC કોડ અને MICR કોડ માટે જાણકારી આપી રહી છે.

આ 8 બેંકનું વિલીનીકરણ

છેલ્લા બે વર્ષમાં દેશની 8 સરકારી બેન્કોનું વિલીનીકરણ થયું છે. આ બેન્કોનો બીજી સરકારી બેન્કોમાં વિલય કરી દેવાયો છે. દેના બેન્ક અને વિજયા બેન્કનો બેન્ક ઓફ બરોડામાં વિલય કરાયો છે. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાનો પંજાબ નેશનલ બેન્કમાં વિલય કરાયો છે. કેનેરા બેન્કમાં સિન્ડિકેટ બેન્કનો વિલય કરાયો છે. જ્યારે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનો યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં વિલય કરાયો છે. સરકારી બેન્ક અલાહાબાદ બેન્કનો ઈન્ડિયન બેન્કમાં વિલય થયો છે.

આધાર કાર્ડ લિંક છે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયા સસ્તો મળશે, અહીં જાણો

સિન્ડિકેટ બેન્કને બાદ કરતા તમામ બેન્કની ચેકબુક 31 માર્ચ 2021 બાદ માન્ય ગણાશે નહીં. સિન્ડિકેટ બેન્કના જૂના ચેક 30 જૂન 2021 સુધી માન્ય રહેશે. મર્જ થઈ ચૂકેલી અન્ય બેન્કોના ગ્રાહકો હાલ ચેકબુક, પાસબુકનો માત્ર 31 માર્ચ 2021 સુધી જ ઉપયોગ કરી શકશે. આ માટે 8 બેન્કોના ગ્રાહકોને સલાહ અપાઈ છે કે તેઓ તરત શાખામાં જાય અને નવી ચેકબુક માટે અરજી કરે. બેન્કોનું કહેવું છે કે અરજી મળ્યા બાદ લગભગ અઠવાડિયામાં નવી ચેકબુક છપાઈને મળી જશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ