ગૂગલ પર ભૂલથી પણ આ વસ્તુઓ સર્ચ ના કરતા, નહીં તો મુકાશો મુશ્કેલીમાં

By | March 21, 2021

These things are never search by mistake on Google

આજના સમયમાં કોઈપણ વસ્તુની જાણકારી ગુગલ(Google) પર ઉપલબ્ધ છે. Google એક એવો સલાહકાર છે હંમેશા આપણી સાથે રહે છે. હાલના સમયમાં લોકો માટે કોઈપણ વસ્તુ વિશે જાણકારી મેળવવી કોઈ મોટી વાત નથી. માત્ર શોખ માટે જ નહિ પણ આપત્તિના સમયે પણ ગુગલ ખુબ મદદગાર રહે છે.

જો કે ગુગલ પર સર્ચ કરતા પહેલા અમુક વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહિ તો આગળ જઈને તમને તે ભારે મુશ્કેલીમાં મુકી શકે છે. આજે અમે તમને એવી જ અમુક બાબતો જણાવીશું કે તેને ભૂલથી પણ ગુગલ પર સર્ચ કરવું જોઈએ નહીં.

ગવર્મેન્ટ વેબસાઈટ

ગવર્મેન્ટની વેબસાઈટ વિશેની સાચી અને પાકી જાણકારી હોય તો જ તેને સર્ચ કરવું જોઈએ. કેમ કે બેન્કિંગ વેબસાઈટ, ગવર્મેન્ટ વેબસાઈટ સર્ચ કરનારા લોકોને ઇન્ટરનેટ પર ઘણીવાર દગાખોરીનીઓ શિકાર બનાવવામાં આવે છે.

દવા વિશેની જાણકારી

જો તમે કોઈ દવા કે બીમારી વિશેંની જાણકારી મેળળવા માગતા હોવ તો સીધી જ ડોક્ટરી સલાહ કે સારવાર લો. કેમ કે ગુગલ પર તમારી એક સમસ્યાના ઘણા સમાધાન હોય છે જે તમને મૂંઝવણમાં મુકી શકે છે. ગુગલના આધાર પર દવાઓ લેવી ન જોઈએ જેની સાઈડ અસરથી તમને અન્ય બીમારીઓ પણ લાગુ પડી શકે છે.

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીંતો મુકાશો મુશ્કેલીમાં

ક્રાઇમ કરવાના ઉપાય

ગુગલ પર ક્યારેય પણ અપરાધ કરવાના ઉપાયો ક્યારેય પણ સર્ચ ન કરો, પછી તમે ભલે એ મજાકના હેતુથી સર્ચ કરતા હોવ. આવું કરવું તમને ભારે પડી શકે છે. એવામાં તમારા દ્વારા સર્ચ કરેલા આવા ડેટા આઈપી એડ્રેસ સુરક્ષા એજન્સીઓને આપી દેવામાં આવે છે, અને તમે મોટી સમસ્યામાં મુકાઈ શકો છો. બૉમ્બ કેવી રીતે બનાવવો જેવા શબ્દો પણ ગુગલ ડેટામાં શામિલ છે. આવી વસ્તુ સર્ચ કરનારા ઘણા લોકોની પોલીસ ધરપકડ પણ કરી ચુકી છે.

કુપન કૉડ અને ડિસ્કાઉન્ટ

જો તમને કોઈ ખરીદીના દરમિયાન કૂપન કોડ મળ્યો છે ત્યાં સુધી તો ઠીક છે પણ જો ઓનલાઇન કુપન કોડ અને ડિસ્કાઉન્ટ મળ્યું છે તો તેનું સર્ચીન્ગ ન કરો. એવું કરવાથી તમે ફ્રોડ વેબસાઈટ પર જઈ શકો છો અને તમારા બેન્ક ખાતા સાથે જોડાયેલી બધી જ જાણકારીઓ લીક થઇ શકે છે.

તમારૂ E-mail

પર્સનલ ઈમેઈલ લોગઈનને ગુગલ પર સર્ચ ન કરવું. આવું વારંવાર કરવાથી તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે અને પાસવર્ડ લીક થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ દુનિયાભરમાં સૌથી વધુ હેકિંગના મામલા E-mail હેક થતા જોવા મળે છે. લાખો ફરિયાદો સાઈબર સેલમાં પણ નોંધાયેલી છે.

કસ્ટમર કેર નંબર ગોતવો

કોઈપણ કંપનીનો કસ્ટમર કેર નંબર ગૂગલ ઉપર સર્ચ કરવા ઉપર મનાઈ કરવી જોઈએ. ઘણી વખત જોવા મળ્યું છે કે, ગૂગલ સર્ચમાં આવનારા નંબર કંપનીનો નહીં પણ ધોખાધડી કરનારાઓનો હોય છે. આ નંબર ઉપર કોલ કરવાનો અર્થ છે પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારવી. જો તમને કોઈ કસ્ટમર કેર નંબર જોઈએ છે તો હંમેશા કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાઓ.

એપ્સ અને સોફ્ટવેર સર્ચ ન કરો

જો તમે તમારા ફોનમાં કોઈ એપ કે સોફ્ટવેર જોઈએ છે તો હંમેશા પ્લે સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરો. જોવા મળ્યું છે કે, ઘણા લોકો આવી એપ્સને ગૂગલમાંથી ડાઉનલોડ કરે છે. જે પ્લે સ્ટોરમાંથી નથી મળતી. આવી રીતે એપ્સ ફોનમાં ડાઉનલોડ થયા બાદ તમારા પર્સનલ અને ફાઈનાન્શિયલ ડેટાને ચોરી શકે છે.

આધાર કાર્ડ લિંક છે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયા સસ્તો મળશે, અહીં જાણો

શેર માર્કેટ ટિપ્સ

ઘણા લોકો જલ્દી અમીર બનવાની કોશિશમાં ગૂગલ ઉપર શેર માર્કેટ ટિપ્સ અને કરોડપતિ બનવાની રીત શોધે છે. કેટલાક લોકોને આ ટિપ્સ મળી જાય છે તો તે આંખ બંધ કરીને તેના ઉપર ભરોસો કરી લે છે. આવી રીતે ઈનવેસ્ટ કરવા ઉપર તમને મોટું નુકશાન થઈ શકે છે.

પોતાની ઓળખ

ગૂગલ પર સર્ચ કરતી વખતે ભૂલીને પણ તમારી પોતાની ઓળખને સર્ચ કરવાનું જોખમ ન ઉપાડો. કારણ કે ગૂગલ પાસે તમારી સર્ચ હિસ્ટ્રીનો ડેટાબેજ હોય છે. અને વારંવાર સર્ચ કરવાથી તેના લીક થવાનું જોખમ છે. હેકર્સ રાહ જોતા હોય છે કે કઈ વસ્તુ તેમને સરળતાથી હેક કરવા મળી જાય.

સંબંધિત જાહેરાતો

ગૂગલ પર ક્યારેય અસુરક્ષા સંબંધિત કોઈ પણ જાણકારી સર્ચ ન કરવી જોઈએ. જો તમે આમ કરતા હોવ તો તમને સંબંધિત જાહેરાતો આવવા લાગે છે. જેનાથી તમે જાણી શકો છો કે કોઈ તમને ઈન્ટરનેટ પર ફોલો કરી રહ્યું છે. જો તમે ઈચ્છતા હોવ કે અસુરક્ષા સંબંધિત જાહેરાતો તમને પરેશાન ન કરે તો તમે તેને સર્ચ કરવાથી બચો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ