15 માર્ચ રાશિફળ: કર્ક રાશિ માટે ગ્રહ સ્થિતિ સારી બની રહી છે, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

By | March 15, 2021

15 March 2021 Horoscope - Today Rashifal in Gujarati

Today 15 March 2021 Horoscope, Rashifal – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

ધૈર્યની મદદ કરો – ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો… લાચાર માતાપિતાની અપીલ…

15 March 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

સમજદારી અને સાવધાનીથી કામ લેવાનો સમય છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં અટવાયેલાં કામ હવે ગતિ પકડશે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

કોઇ જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજા થશે. તમારી કાર્યક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. સમય અનુકૂળ છે. કાર્યસ્થળમાં તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે. તમને તમારી અંદર માનસિક શાંતિ અને ભરપૂર ઊર્જાનો અનુભવ થશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

આ સમય કરિયર અને કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરવા માટે વધારે કોશિશ કરવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને ગંભીરતાપૂર્ણ લે. શારીરિક રૂપથી નબળાઇ અનુભવી શકો છો. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. ખર્ચ વધારે રહેવાના કારણે તણાવ રહી શકે છે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખો. ઉધરસ, તાવ અને શરદીમાં સમસ્યા પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ તમારી દેખરેખમાં જ કરાવશો તો સારું રહેશે. આજે ગ્રહ સ્થિતિ સારી બની રહી છે. આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદીની સ્થિતિ રહી શકે છે. સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને સુખદ અને મધુર જાળવી રાખશે. આ સમયે બિનજરૂરી યાત્રાને ટાળો.

TRAIનો આદેશ..! તો શું 3 દિવસ પછી SMS આવતા બંધ થઈ જશે અને કોઈ OTP નહીં આવે?

કન્યા રાશિફળ – Virgo Horoscope

વ્યવસાયિક કાર્યોમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. લગ્નજીવન તથા પ્રેમ બંને સુખમય રહેશે.

તુલા રાશિફળ – Libra Horoscope

પરણિત વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારનો મતભેદ થઇ શકે છે. વધારે મસાલેદાર ભોજન ટાળો. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. થોડા વ્યક્તિગત કારણોના લીધે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

વધારે કામના કારણે થાક રહી શકે છે. રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ ગેરસમજ કે નુકસાન થઇ શકે છે. પબ્લિક ડીલિંગ, ગ્લેમર વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. આજે દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવાથી તમે ખૂબ જ વ્યસ્ત રહેશો.

ધન રાશિફળ – Sagittarius Horoscope

આ સમયે માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. જીવનસાથી તથા પરિવારના લોકોનો તમારા પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે. આજે નજીકના લોકો સાથે હળવા-મળવાનું થશે તથા સુખમય સમય પસાર થશે. ઉચ્ચાધિકારીઓ તથા સન્માનિત લોકો સાથે સંબંધ જાળવી રાખવા તમારા વ્યવસાયમાં ફાયદાકારક સાબિત થશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે. ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ અને ઘમંડ તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. આજે થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે, તમે ચિંતા કર્યા વિના પોતાના કાર્યો પ્રત્યે સજાગ રહો.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

ઘર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. ધ્યાન રાખો કે ઘરની કોઇ મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક થઇ શકે છે. આજે સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન રહેશે. માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે તમને થોડી નવી સફળતાઓ પ્રાપ્ત થઇ શકે છે.

મીન રાશિફળ – Pisces Horoscope

આર્થિક રીતે ઉત્તમ દિવસ છે. તમારા કાર્યોને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવો. પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે. કોઇ નજીકના સંબંધીની પર્સનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવવાના કારણે ચિંતા રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ