16 માર્ચ રાશિફળ: મિથુન-સિંહ જાતકો માટે સારો દિવસ, જાણો તમારો આજનો દિવસ

By | March 16, 2021

16 March 2021 Horoscope - Gujarati Rashifal Today

Today 16 March 2021 Horoscope, Rashifal – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

લગ્નના બંધનમાં બંધાયો જસપ્રીત બુમરાહ, આ એંકર સાથે લીધા સાત ફેરા, જુઓ તસ્વીરો

16 March 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

કામકાજ વધારે રહેશે અને મોટાભાગના કામ સમયે પૂર્ણ થઇ જશે. સમાન વિચારધારાવાળા કોઇ વ્યક્તિ સાથે સમય પસાર કરવો તમને પોઝિટિવ દૃષ્ટિકોણ આપશે. રૂપિયાની ઉધારીને લગતું કોઇપણ લેણદેણ ન કરો. કોઇપણ કાર્ય કરતા પહેલાં જીવનસાથી અને પરિવારના લોકોની સલાહ લો.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

તમારા દુશ્મનોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. જોખમી કાર્યોથી દૂર રહેવું. વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે પોઝિટિવ હલચલ જળવાયેલી રહેશે. પ્રોપર્ટીને લગતી કોઇ યોજના સફળ થઇ શકે છે. આર્થિક રોકાણને લગતો કોઇપણ નિર્ણય સમજી-વિચારીને લો.

મિથુન રાશિફળ- Gemini Horoscope

સમય રહેતા કઠોર નિર્ણય લેવો જરૂરી છે. કાર્યક્ષેત્રમાં થોડા સુધારને લગતા કાર્યોમાં વધારે ખર્ચ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા મનમાં નવી-નવી યોજનાઓ બનશે. બાળકોની સંગતિ ઉપર નજર રાખો.

કર્ક રાશિફળ – Cancer Horoscope

સ્વાસ્થ્ય ઠીક રહેશે. વાહન ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. કાર્યક્ષેત્રમાં લેવામાં આવેલાં ઠોસ તથા મહત્ત્વપૂર્ણ નિર્ણય સફળ રહેશે. સંપૂર્ણ જોશ અને મહેનતથી તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો.

સિંહ રાશિફળ – Leo Horoscope

ડ્રાઇવ કરતી સમયે ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખો. પતિ-પત્ની વચ્ચે બાળકોની કોઇ વાતને લઇને વિવાદ રહી શકે છે. છેલ્લાં થોડા સમયથી તમે તમારી પોતાની પ્રગતિ માટે જે કોશિશ કરી રહ્યા છો, તેનું પોઝિટિવ પરિણામ સામે આવશે. આર્થિક મુશ્કેલીઓના કારણે પ્રોડક્શનના જે કાર્ય અટવાયેલાં હતા, તેમાં ગતિ આવશે.

સરકારી નોકરી: GPSCની વર્ગ 1, 2, 3 માટે ભરતીની મોટી જાહેરાત કરાઈ

કન્યા રાશિફળ – Virgo Horoscope

તમારી કોઇ મુખ્ય સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં બધા કાર્યો પોતાની દેખરેખમાં જ કરાવો. તમારી કોઇ મુખ્ય સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

તુલા રાશિફળ – Libra Horoscope

ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આ સમયે વ્યવસાયમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો. કોઇ પારિવારિક મુદ્દા ઉપર ચર્ચા-વિચારણામાં તમારી હાજરી વિશેષ રૂપથી મહત્ત્વપૂર્ણ રહેશે. ઘરનું વાતાવરણ વ્યવસ્થિત રહેશે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

માનસિક તણાવને હાવી થવા દેશો નહીં. આ સમયે ધનની લેવડ-દેવડને લગતું કોઇ નુકસાન થવાની સ્થિતિ રહેશે. આજે કોઈપણ નવું કામ શરૂ ન કરો તો સારું રહેશે. ઘર તથા વ્યવસાયની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહેશે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને મતભેદ રહેશે. ક્યારેક એવું લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. ભૂખ ન લાગવી કે અપચાની ફરિયાદ રહી શકે છે. તમારા ઉત્તમ વ્યક્તિત્વ અને પ્રભાવશાળી વાણીના પ્રભાવથી સામાજિત તથા પારિવારિક ક્ષેત્રમાં તમારો રસ વધશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. ભાવનાઓમાં આવીને તમે કોઇ ખોટા નિર્ણય પણ લઇ શકો છો. આજના દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહી શકે છે. આજે તમારી ઊર્જા માર્કેટિંગને લગતા કાર્યોમાં તથા પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં લગાવો.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

ક્યારેક-ક્યારેક મનમાં નિરાશામાં નકારાત્મક વિચાર આવી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા કોઇપણ પ્રકારનું કામ કરાવવામાં સક્ષમ રહેશો. પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

મીન રાશિફળ – Pisces Horoscope

જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. બધાને ઇગ્નોર કરીને તમે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપો. ઘર તથા સમાજમાં તમારી કોઇ વિશેષ સફળતાને લઇને ચર્ચાઓ પણ રહેશે. કાર્યક્ષેત્રમામ તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ