9 માર્ચ રાશિફળ: આજે માનસ નામનો શુભ યોગ, જાણો તમારો આજનો દિવસ

By | March 9, 2021

9 March 2021 Horoscope - Today Rashifal in Gujarati

Today 9 March 2021 Horoscope, Rashifal – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

11 માર્ચથી 1 એપ્રિલ સુધી કુંભ રાશિમાં રહેશે બુધ, જાણો દરેક રાશિના જાતકો પર શું પડશે અસર

9 March 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

પતિ-પત્ની એકબીજાને મહત્ત્વ આપશે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે. તમારા કામ પ્રત્યે અને વધારે મનન અને ચિંતન કરવામાં તમારી કાર્યપ્રણાલીમાં વધારે સુધાર આવશે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

તમે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. કાર્યક્ષેત્રમાં યોગ્ય રીતે કામ પૂર્ણ કરવાથી મોટાભાગના કામ પૂર્ણ થઇ જશે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇની સામે ન કરો. એલર્જી જેવી કોઇ પરેશાની વધી શકે છે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

વર્તમાન વાતાવરણના કારણે તમારે સાચવવું પડશે. વધારે મોજ-મસ્તી અને મિત્રો સાથે ખોટો સમય ખરાબ ન કરો. બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખ રહેશે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરવાનો સમય છે. પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે. શેરબજાર, ચિટફંડ વગેરેને લગતી કોઇપણ ગતિવિધિઓમાં રસ ન લેશો. સ્વાસ્થ્ય પ્રત્યે તમારી બેદરકારીના કારણે સમસ્યા વધશે.

સિંહ રાશિફળ – Leo Horoscope

મિત્રો સાથે વધારે હળવું-મળવું સમય ખરાબ કરી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. આળસ અને નબળાઇ અનુભવ થઇ શકે છે. એક નવા ઉમંગનો અનુભવ થશે.

કન્યા રાશિફળ – Virgo Horoscope

આ સમયે તમારો આત્મવિશ્વાસ તથા મનોબળને મજબૂત જાળવી રાખવું જરૂરી છે. કબજિયાત તથા ગેસના કારણે દિનચર્યા બગડી શકે છે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ તથા આશીર્વાદ તમારા ઉપર જળવાયેલો રહેશે.

તુલા રાશિફળ – Libra Horoscope

વ્યવસાયિક કાર્ય યોગ્ય રીતે ચાલતાં રહેશે. વિદ્યાર્થીઓ પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સફળ રહેશે. લગ્નજીવન સામાન્ય જ રહેશે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન જીવન ઉપર હાવી થવા દેશો નહીં.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

તમારા સ્વભાવમાં અહંકાર અને વધારે આત્મવિશ્વાસ જેવી સ્થિતિ ઉપ્તન્ન થઈ શકે છે. આજે વ્યવસાયિક ગતિવિધિઓ ઓછી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મહત્ત્વપૂર્ણ કામ કરવા માટે યોગ્ય સમય છે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

પતિ પત્ની વચ્ચે કોઈ નાની વાતમાં ઝઘડો થઈ શકે છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સ, કમ્પ્યૂટર, મીડિયાથી જોડાયેલા લોકોની સ્થિતિ આજે વધારે સારી રહેશે. વધારે કામ પહોંચવાથી થાક લાગી શકે છે.જીવન પ્રત્યે સકારાત્મક વ્યવહાર મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ આપશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

અજાણી વ્યક્તિ સાથે કોઈ પ્રકારની મગજમારી થઈ શકે છે. પતિ પત્નીનાં સંબંધમાં સમન્વય જળવાઈ રહેશે. ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. આજે દિવસભર ખુશીનું વાતાવરણ રહેશે. રોકાયેલું પેમેન્ટ મળી શકે છે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

કાર્યક્ષેત્રમાં કોઈ ફેરફાર ન કરો. કાર્ય પ્રત્યે સમર્પિત રહો. પતિ પત્નીના સંબંધો સારે રહેશે. લક્ષ્ય પૂરું કરવા માટે સારો સમય છે. સાંધાનો દુખાવો થઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું.

મીન રાશિફળ – Pisces Horoscope

નવું કામ શરૂ કરવા માટે સારો સમય નથી. હાલના કામમાં જ ધ્યાન આપો. પારિવારિક વાતાવરણ સુખદ અને સારું રહેશે. ભાઈઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. સ્વભાવમાં સંયમ જાળવી રાખો. સુખ-સુવિધાઓ સંબંધિત વસ્તુઓ ખરીદવાનો યોગ બનશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ